સ્ટાર પુત્ર આર્યન ખાનને જેલમાં ખાવાનું નથી ભાવતું
મુંબઈ, બોલિવૂડ કિંગ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને વિવાદિત મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં અત્યારે જામીન નહીં મળવાના કારણે તે મુંબઈની આર્થર રોડ જેલમાં જ રહેશે. મુંબઈ સેશન કોર્ટે આર્યન ખાનની જામીન અરજી પર આદેશ સુરક્ષિત કર્યો છે અને હવે ૨૦ ઓક્ટોબરે ર્નિણય કરશે. જેલની અંદર દરેક કેદીને એક નંબર આપવામાં આવે છે. આર્યન ખાનને દ્ગ૯૫૬ નંબર આપવામાં આવ્યો છે.
ત્યારે હવે એક રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે જેલમાં આર્યન ખાન વ્યાકુળ અને ચિંતામાં જાેવા મળી રહ્યો છે. તે જેલમાં સહેજપણ આરામદાયક અનુભવ કરી રહ્યો નથી. તે હાલ જેલનું ફૂડ જમી રહ્યો છે પરંતુ, તેને આ ફૂડ પસંદ આવી રહ્યું નથી. ત્યારે હવે એક રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે જેલ ઓથોરિટીએ આર્યન ખાનની સિક્યોરિટીમાં વધારો કર્યો છે. આર્યન ખાનને સ્પેશિયલ બેરેકમાં મોકલવામાં આવ્યો છે અને ત્યાં તે અધિકારીઓની નજર હેઠળ છે.
રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે આર્યન ખાન ડ્રગ્સ કેસના અન્ય આરોપીઓ સાથે વાત નથી કરતો અને તેઓને મળતો પણ નથી. જેલનું વાતાવરણ આર્યન ખાન માટે મુશ્કેલ હોવાનું જાણવા મળી રહ્યું છે અને જેલનું ફૂડ પણ આર્યન ખાનને અનુકૂળ નહીં આવી રહ્યું હોવાના કારણે જેલની ઓથોરિટીને આર્યન ખાનની તબિયતની ચિંતા સતાવી રહી છે.
મળતી માહિતી મુજબ, ગુરુવારે આર્યન ખાનને ૧૨ દિવસમાં પહેલી વખત માતા-પિતા સાથે વાત કરવાની તક મળી હતી. આર્યન ખાને વિડીયો કોલથી માતા ગૌરી ખાન અને પિતા શાહરુખ ખાન સાથે વાત કરી હતી. ગત વર્ષે કોરોનાકાળમાં જેલ ઓથોરિટીએ કેદીઓ માટે ખાસ સુવિધા ઊભી કરી હતી કે જેમાં કેદીઓ પોતાના પરિવાર અને વકીલ સાથે સંપર્ક કરી શકે.
આર્યન ખાને માતા ગૌરી ખાનનો નંબર આપ્યો હતો. વિડીયો કોલના માધ્યમથી આર્યન ખાને લગભગ ૧૦ મિનિટ સુધી માતા-પિતા સાથે વાત કરી હતી. ત્યાંના ધોરણો મુજબ, અંડરટ્રાયલ કેદી, જેલ પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં તેના પરિવાર અથવા વકીલ સાથે મહિનામાં ૨ અથવા ૩ વખત વાત કરી શકે છે.
રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ, શાહરુખ ખાન અને ગૌરી ખાન સાથે વિડીયો કૉલ પર વાત કરતી વખતે આર્યન ખાન અંદરથી તૂટી ગયો હતો અને રડી પડ્યો હતો. માતા-પિતા સાથે વાત કરતી વખતે આર્યન ખાનની આંખોમાં આંસુ આવી ગયા હતા. દરમિયાન શાહરુખ-ગૌરીએ વિડીયો કૉલ પર આર્યન ખાનને સાંત્વના આપી હતી.SSS