સ્ટાર પુુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ એસઆરકેને કરોડો રૂપિયાનું નુકસાન થયું
મુંબઇ, ડ્રગ કેસમાં પોતાના દિકરા આર્યન ખાનની ધરપકડ બાદ બોલીવૂડ એક્ટર શાહરુખ ખાન સામે નવી મુશ્કેલી આવીને ઉભી છે. રિપોર્ટ અનુસાર, એસઆરકે સાથે એક બ્રાંડે સંબંધ પતાવી દીધા છે. એડ્સના એડવાન્સ પેમેન્ટ આવવાના પણ બંધ થઇ ગયા છે.
એક રિપોર્ટ અનુસાર આ કેસ બાદ ટિ્વટર અને અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર શાહરુખ ખાન અને તેનો પરિવાર ખુબ ટ્રોલ થઇ રહ્યો છે, જે બાદથી એડ કંપનીઓએ શાહરુખ પાસેથી એડનો કોન્ટ્રાક્ટ તોડી દીધો છે.
બાયજુના પ્રવક્તાએ આ મામલે કોઇ પણ ટિપ્પણી કરવાથી ઇન્કાર કરી દીધો છે. એક દાવા પ્રમાણે શાહરુખની બાયજુ સાથે આ ડીલ ૩-૪ કરોડ રૂપિયાની હતી. ૨૦૧૭થી શાહરુખ આ કંપનીના બ્રાંડ એમ્બેસેડર છે. તેણે બાયજુ સાથે પ્રમોશન હાલમાં રોકી દીધા છે. શિક્ષાના ક્ષેત્રમાં કામ કરતી કંપની આ વિવાદને જાેઇને તેને પ્રમોશનમાં જાેવા માંગતી નથી.
ક્રિએટીવ એડ એજન્સી હ્લઝ્રમ્ના ચેરમેન રોહીતે કહ્યું કે હાલના વિવાદને જાેતા બાયજુ પોતાની બ્રાંડને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સોશ્યલ મીડિયા યુગમાં જાેખમ ખુબ વધી ગયું છે. ઉદાહરણ તરીકે નાઇક અને ટાઇગર વુડ્સ. શાહરુખ પાસે હ્યુંડાઇ, ન્ય્,ૈંઝ્રૈંઝ્રૈં બેન્ક અને રિલાયન્સ જીઓ જેવી બ્રાંડ હજુ પણ છે.HS