સ્ટાર યામી ગૌતમ દિવાળીની ઉજવણી વતનમાં ન કરી શકી
મુંબઇ, ખુબસુરત યામી ગૌતમ ભલે કેરિયર માટે મુંબઇમાં રહે છે પરંતુ તે કોઇ પણ મોટા તહેવારની ઉજવણી કરવા માટે હમેંશા ચંદીગઢ પહોંચે છે. પોતાના વતન શહેર ચંદીગઢ તે પરિવારની સાથે પહોંચે છે. દિવાળી પર તે દર વર્ષે પોતાના ઘેર પહોંચી જાય છે. આ વખતે પણ તે ઉજવણી કરવા માટે પહોંચી ગઇ હતી.
જો કે એક ટ્રેજેડીના કારણે ઉજવણી કરવાથી વંચિત રહી ગઇ હતી. એક ઇન્ટરવ્યુમાં વાત કરતા યામીએ કહ્યુ હતુ કે તે દિવાળી મનાવવા માટે બે દિવસના બ્રેક સાથે ચંદીગઢ પહોંચી હતી. તે તહેવારની ઉજવણી કરવા માટેની ઉત્સુકતાથી રાહ જાઇ રહી હતી. પરંતુ દિવાળીના દિવસે તેમના એક નજીકના સંબંધીનુ અવસાન થઇ ગયુ હતુ. યામીએ કહ્યુ હતુ કે આ દુખદ ઘડીમાં અમે તમામ દુખી હતા. આ જ કારણસર અમે દિવાળી મનાવી શક્યા ન હતા. યામી ગૌતમ તેના પરિવારના સભ્યોની સાથે જ સંબંધીના પરિવારની સાથે હતા. ત્યારબાદ તે મુંબઇ પરત ફરી હતી. યામી ગૌતમ હાલમાં બાલા નામની ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મના પ્રમોશનને લઇને તે વ્યસ્ત છે.
આયુષ્માન ખુરાના આ ફિલ્મમાં તેની સાથે કામ કરી રહ્યો છે. તે ફિલ્મમાં ભૂમિ પેડનેકરની સાથે નજરે પડનાર છે. યામીની ઉરી ફિલ્મમાં તેની ભૂમિકાને લઇને ભારે પ્રશંસા હતી. ફિલ્મ સૌથી મોટી ફિલ્મ તરીકે રહી હતી. યામીની કેરિયરની સૌથી મોટી હિટ તરીકે ઉરી જ રહી હતી. હવે તેની નવી ફિલ્મ બાલા સાતમી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. યામી બોલિવુડ ફિલ્મોમાં ટકી રહેવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. તેની પાસે કેટલીક મોટી પ્રોડક્ટસની જાહેરાતો પણ રહેલી છે. તે નવી અભિનેત્રીઓ વચ્ચે સ્પર્ધાને લઇને પરેશાન દેખાતી નથી.