સ્ટાર શિલ્પા શેટ્ટીની ફિલ્મનુ શુટિંગ પણ અંતે રોકી દેવાયુ
મુંબઇ, બોલિવુડમાં હાલમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે એક પછી એક ફિલ્મનુ શુટિંગ રોકવામાં આવ્યુ છે. હવે કમબેક કરી રહેલી શિલ્પા શેટ્ટીની ફિલ્મનુ શુટિંગ રોકી દેવામાં આવ્યુ છે. લાંબા ગાળા દરમિયાન શિલ્પા શેટ્ટી ફિલ્મથી દુર રહી છે. હવે જોરદાર રીતે વાપસી કરી રહી છે. ૧૩ વર્ષના લાંબા ગાળા બાદ શિલ્પા શેટ્ટી વાપસી કરવા જઇ રહી છે. આ સપ્તાહમાં ૧૦ દિવસ માટે શુટિંગ કરવાની તૈયારી કરવામાં આવી હતી. જો કે હવે શુટિંગ રોકી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મ પાંચમી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. માહિતીગાર સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે ઇન્ટરનેટ સેન્શેશન ગાયિકા શિરલે સેટિયા પણ આવનાર છે. મુંબઇમાં ફિલ્મ સ્ટુડિયો ખાતે શુટિંગ કરવામાં આવનાર છે.
દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઇમાં મોટા ભાગના શુટિંગ હાલમાં રોકી દેવામાં આવ્યા છે. ફરી એકવાર શુટિંગ શરૂ કરવામાં આવશે ત્યારે શિલ્પાની ફિલ્મના શુટિંગને શરૂ કરવામાં આવનાર છે. અભિમન્યુ દશાની પણ આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. ફિલ્મના નામને લઇને હાલમાં કોઇ વિગત જાહેર કરવામાં આવી નથી. શિલ્પા શેટ્ટી હાલમાં કેટલાક પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. ખાસ કરીને તે યોગા કાર્યક્રમમાં વ્યસ્ત રહે છે. બોલિવુડમાં સૌથી ફિટ અને સેક્સી સ્ટાર પૈકી એક તરીકે શિલ્પા રહેલી છે. તેની ગણતરી સૌથી વધારે કુશળ સ્ટાર તરીકે ગણવામાં આવે છે. શિલ્પા શેટ્ટી કેટલાક ડાન્સ શોમાં પણ જજ તરીકે રહી ચુકી છે. પોતાની કેરિયરની શરૂઆત શિલ્પા શેટ્ટીએ બાજીગર મારફતે કરી હતી. જેમાં શાહરૂખની ભૂમિકા હતી.