સ્ટાર શ્રેણુ પરીખ મુંબઈથી વડોદરા બાય રોડ પહોંચી

લોકડાઉનમાં ટ્રાવેલિંગ કરવાનો અનુભવ શેર કર્યો
મુંબઈ, ૧૫ માર્ચે હું યુએસથી આવી ત્યારથી મારા માતા-પિતા ચિંતાતુર હતાં. તેઓ એ દિવસની રાહ જાતા હતા જ્યારે હું તેમની પાસે વડોદરા જઈ શકીશ. મેં પરમિશન માટે ઓનલાઈન અપ્લાય કર્યું હતું. સદનસીબે અમને બંને રાજ્યો (મહારાષ્ટ્ર અને ગુજરાત) તરફથી ટ્રાવેલિંગની પરવાનગી મળી ગઈ. આ મહિનાની શરૂઆતમાં જ અમને સરકારોએ ટ્રાવેલિંગની મંજૂરી આપી હતી. ૬ મેના રોજ હું મારા બે ફ્રેન્ડ્સ સાથે વડોદરા પહોંચી. બુધવારે મેં મારો ૧૪ દિવસનો ક્વોરન્ટાઈન પીરિયડ પૂરો કર્યાે. આ શબ્દો છે ગુજરાતી છોકરી અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ શ્રેણુ પરીખના.
જે બાય રોડ મુંબઈથી વડોદરા આવી છે. લોકડાઉનમાં ટ્રાવેલિંગ કરનારી શ્રેણુએ મુંબઈથી વડોદરાની મુસાફરી વિશે વાત કરતાં કહ્યું, મેં અને મારી ફ્રેન્ડે વારાફરતી મારી કાર ચલાવી હતી. અમે કારના વિન્ડશિલ્ડ પર પરમિશન લેટર ચોંટાડી દીધો હતો. અમે વહેલી સવારે મુંબઈથી નીકળવા માગતા હતા પરંતુ કારના બે ટાયર પંક્ચર હતા. પંક્ચર કરાવ્યા બાદ સવારે લગભગ ૯.૩૦ની આસપાસ અમે મુસાફરી શરૂ કરી હતી. બપોર સુધીમાં વડોદરા પહોંચ્યા હતા. લગભગ ૫૦ દિવસ પછી હું રસ્તા પર નીકળી હતી.
આ અનુભવ ખૂબ અલગ હતો. રસ્તા પર જરાય ટ્રાફિક નહોતો, આવી પહેલા ક્યારે મુસાફરી કરી નથી. શ્રેણુએ આગળ જણાવ્યું, દરેક ચેકપોઈન્ટ પર પોલીસકર્મીઓએ ખૂબ સપોર્ટિવ હતાં. ઘરે પહોંચ્યા પછી હું તરત જ સેલ્ફ ક્વોરન્ટાઈન થઈ ગયા. હું મારા ઘરના પહેલા માળે રહેતી હતી. મારા આવતા પહેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પાેરેશનના અધિકારીઓને જાણ કરી દેવાઈ હતી. એટલે તેઓ આવીને મારું હેલ્થ ચેકઅપ કરી ગયા હતા. તેમણે નિયમિત રીતે મારી તબિયતનું ફોલોઅપ લીધું હતું.