સ્ટાર હેલ્થે ડિજિટલ હેલ્થ વીમો ઓફર કરવા ફોનપે સાથે જોડાણ કર્યું
આ જોડાણ દ્વારા ફોનપે એના પ્લેટફોર્મ પર સ્ટારની આરોગ્ય સંજીવની હેલ્થ વીમા પોલિસી ઓફર કરશે -પોલિસીનો લાભ લેવા પેપરવર્કની અને તબીબી ચકાસણીની જરૂર નહીં –
ફોનપે ડિજિટલ પ્લેટફોર્મ ભારતમાં હેલ્થ વીમાની સરળ સુલભતા વધારશે
ભારતમાં અગ્રણી સ્વતંત્ર હેલ્થ વીમા કંપની સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સે આજે લોકપ્રિય ભારતીય ડિજિટલ પેમેન્ટ્સ પ્લેટફોર્મ ફોનપે પર એની આરોગ્ય સંજીવની પોલિસી પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. Star Health Insurance partners with PhonePe to offer Digital Health Insurance ફોનપેના તમામ વપરાશકર્તાઓ હવે તેમના પરિવારજનોનું કોઈ પણ તબીબી કટોકટીમાં નાણાકીય ભારણથી રક્ષણ કરી શકે છે. આ પોલિસી રૂ. 1 લાખની વીમાકૃત રકમ માટે ફક્ત રૂ. 2985/- (જીએસટી બાદ કરતા)ના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.
સ્ટાર હેલ્થની આરોગ્ય સંજીવની પોલિસી અતિ લાભદાયક અને વાજબી હેલ્થ વીમા પોલિસી છે. આ પોલિસીની ડિઝાઇન પરિવારમાં હોસ્પિટલાઇઝેશનના કોઈ પણ કેસમાં સૌથી વધુ આવશ્યક પાસાંઓને આવરી લે એ રીતે બનાવવામાં આવી છે. પોલિસી રૂ. 10 લાખની વીમાકૃત રકમના વિકલ્પ સાથે 65 વર્ષ સુધીની દરેક વ્યક્તિને વીમાકવચ પ્રદાન કરશે.
આરોગ્ય સંજીવની પોલિસી કેટલાંક ફાયદા પણ ધરાવે છે, જેમ કે ઓલ ડે કેર પ્રોસીઝર્સ, આજીવન રિન્યૂઅલ્સ, સંચિત બોનસ, મોતિયાની સારવાર અને વીમાકૃત રકમની મર્યાદામાં આયુષ સારવાર. સ્ટાર હેલ્થએ એના કેશલેસ નેટવર્કના ભાગરૂપે આખા ભારતમાં 10,200થી વધારે હોસ્પિટલો સાથે જોડાણ કર્યું છે, જેમાં એના ગ્રાહકો સરળતાપૂર્વક ક્લેઇમ સર્વિસ મેળવી શકે છે.
ફોનપેના ડિજિટલ પ્લેટફોર્મ પર બંને પાર્ટનર્સનો ઉદ્દેશ એની આરોગ્ય સંજીવની હેલ્થ વીમા પોલિસીની સરળ સુલભતા પ્રદાન કરવાનો છે, ખાસ કરીને યુવા પેઢીને. ફોનપેના વપરાશકર્તાઓ તાત્કાલિક આ પોલિસીનો લાભ કોઈ પણ પ્રકારની તબીબી ચકાસણી વિના ફોનપે એપ દ્વારા થોડા ક્લિક કરીને લઈ શકે છે.