સ્ટીલની ગેસ પાઈપ ફાટી જતા ભારે કુદરતી ગેસ (મિથેન) લીકેજ થવા લાગ્યો
નડિયાદ નજીક આવેલ મંજીપુરા રીંગ રોડ ખાતે મોકડ્રીલ યોજાઈ
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લાના નડિયાદ નજીક આવેલ મંજીપુરા રીંગ રોડ ઉપર ઓનલાઈન ઝ્રદ્ગય્ સ્ટેશનની કનેક્ટીવિટી માટે ગુજરાત ગેસ લી . ની ૨૫ બારના દબાણો કુદરતી ગેસ ( મિથેન ) વહન કરતી ૮ ” ડાયામીટરની અંડરગ્રાઉન્ડ સ્ટીલ પાઈપલાઈન ચાર્જ કરવામાં આવેલ હતી .
આલ્ફા વિદ્યા સંકુલ પાસે , મંજીપુરા રિંગ રોડ , નડિઆદ ખાતે સિવિલ કોન્ટ્રાક્ટર ધ્વારા વટિકલ બોરિંગની પ્રવૃત્તિ દરમ્યાન આ સ્ટીલની ગેસ પાઈપ ફાટી જતા ભારે કુદરતી ગેસ ( મિથેન ) લીકેજ થવા લાગ્યો હતો , તે હવામાં ભળીને જવલન શીલ મિશ્રણ બનાવેલ અને તેને અજ્ઞાત સ્ત્રોત ધ્વારા સ્પાર્ક મળતા જવલનશીલ મિશ્રણ આગના ગોળામાં રૂપાંતરિત થયું હતું .
જેના કારણો ઘટતા સ્થળની નજીક કામ કરી રહેલ ઓપરેશન ઍન્ડ મેન્ટેનન્સના બે કામદારો દાઝી ગયા હતા . જેઓને તાત્કાલીક નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા અને અન્ય કોઈ જાનહાનિ કે હતાહત થયેલ નથી
ઔદ્યોગિક સલામતી વિભાગ નડીઆદના રીનાબેન રાઠવાના જણાવ્યા અનુસાર ગુજરાત ગેસ લી . નડીઆદ ધ્વારા સુઆયોજીત મોકડ્રીલ હતી , જે દરમ્યાન ઉપરોક્ત પ્રકારની હોનારત થાય તો વિવિધ સંસ્થાઓ જેમ કે ફાયરબ્રિગેડ , એમ્બુલન્સ સર્વીસ -૧૦૮ ,
ખેડા જિલ્લાની ડીઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ વગેરેની તૈયારી ચકાસવા માટે જિલ્લા કલેક્ટર ની સુચના અન્વયે મોકડ્રીલ યોજાઈ હતી . આ મોકડ્રીલમાં જિલ્લા ડીઝાસ્ટર મામલતદાર સાચીબેન દેસાઈ , મામલતદાર, ગુજરાત પોલ્યુસન વિભાગના તહેસીનાબેન , ઔદ્યોગિક સલામતી વિભાગના અધિકારીઓ , કર્મચારીઓ , ફાયરબ્રિગેડ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો .