Western Times News

Gujarati News

‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૩’માં શનાયા કપૂર ડબલ રોલમાં જોવા મળશે

શનાયાએ તેની ડેબ્યુ ફિલ્મ ‘તું યા મેં’નું ટીઝર શેર કર્યું

શનાયા કપૂર તેની બહેનો જાન્હવી અને ખુશીને પાછળ છોડી દેશે તેવી સોશિયલ મીડિયા પર ચર્ચા

મુંબઈ,
સંજય કપૂર અને મહીપ કપૂરની દિકરી શનાયા કપૂરે પણ પોતાની બીજા ભાઈ-બહેનોનાં પગલે હવે બોલિવૂડમાં એન્ટ્રી કરી લીધી છે. થોડાં દિવસો પહેલાં જ શનાયાએ તેની ડેબ્યુ ફિલ્મ ‘તું યા મેં’નું ટીઝર શેર કર્યું હતું. આનંદ એલ.રાયની આ ફિલ્મમાં તેની સાથે આદર્શ ગૌરવ લીડ રોલમાં છે. આ થ્રિલિંગ સ્ટોરીવાળું ટીઝર જોઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી. ઘણા લોકોએ એવું પણ કહ્યું હતું કે શનાયા તેની બહેનો જાન્હવી અને ખુશીને પણ પાછળ રાખી દેશે. હવે એવી પણ ચર્ચા છે કે શનાયાએ વધુ બે ફિલ્મો સાઇન કરી છે, તેમાંથી એક ફિલ્મમાં તે ડબલ રોલ કરતી જોવા મળશે.

એવા ઘણા ઓછા કલાકાર હોય છે, જે પોતાની કૅરિઅરની શરૂઆતમાં જ ડબલ રોલ કરવાનું જોખમ લે. પરંતુ કેટલાક અહેવાલો અનુસાર શનાયા કપૂરે પોતાની ત્રીજી ફિલ્મમાં જ આ બીડું ઝડપી લીધું છે. કરણ જોહરની જાણીતી ફિલ્મ સિરીઝ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૩’માં શનાયા ડબલ રોલમાં જોવા મળશે. સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “શનાયાએ આ બહુ નીડર પગલું લીઘું કહેવાય, જેમાં તેને શરૂઆતમાં જ પોતાની અભિનય પ્રતિભા દર્શાવવાની તક મળશે. ભલે આ ફિલ્મ તેની અન્ય ફિલ્મો પછી રિલીઝ થવાની હોય, તેમ છતાં તેની કૅરિઅરની મહત્વની ફિલ્મ બની શકે છે.”

‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૩’ના તેનાં રોલ એકબીજાથી વિરુદ્ધ હશે, આ ળેન્ચાઇઝી ઘણા સ્ટારકિડ઼્‌ઝ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. આલિયા ભટ્ટ, વરુણ ધવન, ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે સહીતના કલાકારો આ સિરીઝથી જ લોંચ થયાં છે. આ સિવાય શનાયા એક ફિલ્મમાં ‘મૂંજ્યા’થી લોકપ્રિય થયેલા અભય વર્મા સાથે પણ કામ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.