સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ રાજ્ય કક્ષાનો એક દિવસીય સેમિનાર ‘શોધ’ ઈનોવેશન એન્ડ આંત્રપ્રેનિયોરશિપ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ)મોડાસા, મલા ગાંધી ઉચ્ચતર કેળવણ્રી મંડળ મોડાસા સંચાલિત સર પી ટી સાયન્સ કોલેજ સ્ટુડંન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલીસી ના ઈન્ક્યુબેશન સેંન્ટર તથા ગુજકોસ્ટ પ્રેરિત જીલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાનો એક દિવસીય સેમિનાર ‘શોધ’ ઈનોવેશન એન્ડ આંત્રપ્રેનિયોરશિપ તા ૧ માર્ચ ૨૦૨૦ ના રોજ યોજાયેલ હતો.
અતિથી વિશેષ સીલેમ રંગા રેડી ચચિત્તુર આંધ્રપ્રદેશૃ ઈન્ડીયન એરફોર્સના ટેક્નોક્રેટ છે અને સ્ટાર્ટ અપ ક્ષેત્રે દેશ અને દુનિયામાં ખ્યાતનામ ટેક્નોક્રેટ છે જે યુવાનોને ડિફેન્સ ક્ષેત્રમાં ઈનોવેશનની ભુમિકા વિષયે સ્ટાર્ટ અપ ની માહિતી આપી હતી. આ રાજ્યકક્ષાના સેમિનાર માટે ડો નરોત્તમ સાહૂ એડવાઈઝર એન્ડ મેમ્બરસેક્રેટરી ગુજકોસ્ટ ગાંધીનગર ઈનોવેશન નવો શૈક્ષણિક યુગ વિષયે વિધાર્થીઓને પ્રેરિત થવા સંદેશો પાઠવી સેમિનાર નેશુભેચ્છાઓ પાઠવી હતી વૈજ્ઞાનિક ડો નરોત્તમ સાહૂ, ગુજરાત સાયન્સ સીટી અમદાવાદના નિર્માણ માટે મહત્વની સેવા માટે પ્રસિધ્ધ છે.
અતિથી વિશેષ અને વિષય નિષ્ણાંત કલ્પ ભટ્ટ Head IGNITE અમદાવાદ ઈન્ક્યુબેશન સેંન્ટરના પડકારો વિશે પોતાના મંતવ્યો ચાવી રૂપ પ્રવચનમાં આપ્યા હતાં. રાજ્ય કક્ષાના આ સેમિનારથી ગ્રામ્ય વિસ્તારમાં આધુનિક યુગની માંગ પ્રમાણેના ગુજરાતના બદલાતા સ્ટાર્ટ અપ પ્રેરિત શિક્ષણ અને ઈનોવેશન આધારિત હરિફાઈઓ રાજ્ય કક્ષાની સ્ટાર્ટ અપ ફેસ્ટ, નિદર્શન તથા પ્રેઝંટેશન ના સત્ર યોજાયેલ હતાં.
મલા ગાંધી ઉચ્ચતર કેળવણ્રી મંડળ ના પ્રમુખ નવીનચંદ્ર મોદી,ઉપપ્રમુખ સુભાષભાઈ શાહ, પ્રભારીમંત્રી સુરેંન્દ્રભાઈ શાહના પ્રેરક પ્રોત્સાહનથી અને સર પી ટી સાયન્સ કોલેજ ના પ્રિંન્સીપાલ ડો કે પી પટેલ ના માર્ગદર્શનથી SSIP કોર્ડીનેટરો ડો એસ ડી વેદિયા, પ્રો વેકરિયા, SSIP નિષ્ણાંત હર્ષલ સંધવી તથા કોલેજ ટીમે કાર્યક્રમ યોજવામાં જહેમત ઉઠાવેલ છે. આ સેન્ટર ના ઉપક્રમે ૧૫થી વધુ પ્રોજેક્ટ ને આર્થીક સહાય અને માર્ગદર્શન આપવામાં આવેલ છે. શોધ એક દિવસીય સ્ટેટ લેવલ સેમીનારમાં ૨૫થી વધુ પ્રોજેક્ટ,૫૦ પોસ્ટ પ્રોજેક્ટ ,૧૦ ઓરલ પ્રેજેન્ટેશન અને ૩૦૦થી વધુ ઇનોવેટર વિદ્યાર્થીઓ એ ભાગ લીધો સમગ્ર ઇવેન્ટ ના મીડિયા પાર્ટનર વ્યાપાર જગત ની ભૂમિકા સુંદર રહી હતી.