સ્ટેઈનલેસ સ્ટીલના રો મટીરિયલ પરથી એન્ટી ડમ્પીંગ ડ્યુટી દૂર કરવાથી ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂંકાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/12/Stainless-steel.jpg)
કાઉન્ટરવેઈલિંગ ડ્યુટી (સીવીડી) તથા એન્ટિ ડમ્પિંગ ડ્યુટી (એડીડી) દૂર કરવાથી સ્થાનિક ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂંકાશેઃ ઓલ ઈન્ડિયા સ્ટેઈનલેસ સ્ટીલ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન
અમદાવાદ, ઓલ ઈન્ડિયા સ્ટેઈનલેસ સ્ટીલ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશને સ્ટેઈનલેસ સ્ટીલ રો મટીરિયલ પરની એન્ટિ ડમ્પિંગ ડ્યુટી (એડીડી) તથા કાઉન્ટરવેઈલિંગ ડ્યુટી(સીવીડી) નાબૂદ કરવાના પ્રસ્તાવને આવકારતા આજે એક નિવેદન જારી કરી સ્થાનિક સ્ટેઈનલેસ સ્ટીલ ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગ માટે અત્યંત જરૂરી એવા પુનરોદ્ધારની આશા વ્યક્ત કરી હતી.
https://westerntimesnews.in/news/92722
ઈન્ડોનેશિયા જેવા દેશોમાંથી થતી સ્ટેઈનલેસ સ્ટીલની આયાત અંગેની ગેરમાર્ગે દોરનારી માહિતીઓને ફગાવતા એસોસિયેશને જણાવ્યું હતું કે સ્થાનિક ઉદ્યોગો સ્ટેઈનલેસ સ્ટીલની જરૂરિયાતો પૂરી કરવા માટે માત્ર ઈજારા પર આધારિત ના રહી શકે.
ભારતમાં સ્ટેઈનલેસ સ્ટીલના પુરવઠાની તુલનાએ માગ વધુ હોવાને કારણે રો મટીરિયલની આયાત આવશ્યક બની છે. સ્થાનિક ડાઉનસ્ટ્રીમ ઈન્ડસ્ટ્રીઝ આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત કિંમતોએ સમયસર ડિલિવરી પર આધાર રાખી રહી છે.
આ અંગે બોલતાં ઓલ ઈન્ડિયા સ્ટેઈનલેસ સ્ટીલ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી રમેશ પટેલે જણાવ્યું હતું કે એડીડી અને સીવીડીની નાબૂદીથી સ્થાનિક સ્ટેઈનલેસ સ્ટીલ ઉદ્યોગ માટે સમાન તકોનું નિર્માણ થયું છે અને હવે તેઓ વિના અવરોધે રો મટીરિયલની આયાત કરી શકશે.
જેને પગલે ડાઉનસ્ટ્રીમ ઈન્ડસ્ટ્રીઝને ટ્યુન્ડ અને પાઈપ્સ જેવી ફિનિશ્ડ પ્રોડક્ટ્સ માટે જરૂરી સ્ટેઈનલેસ સ્ટીલની કિંમતોમાં થતાં કૃત્રિમ વધારાને નિયંત્રણમાં રાખી શકાશે. આ બંને ડ્યૂટી રદ્ કરવાનો નિર્ણય, ફિનિશ્ડ સ્ટેઈનલેસ સ્ટીલ પ્રોડક્ટ્સ ક્ષેત્રે કાર્યરત ભારતના હજારો એમએસએમઈ માટે આશિર્વાદરૂપ બની રહેશે
જેઓ મોટા ઈજારદારો દ્વારા કરાતા સ્થાનિક આરએમના કૃત્રિમ ભાવ વધારા તથા સસ્તી આયાતી ફિનિશ્ડ પ્રોડક્ટ્સની સમસ્યાનો સામનો કરી રહ્યાં હતાં. એમએસએમઈ ક્ષેત્રને બચાવતા આ દૂરંદેશીપૂર્ણ નિર્ણય બદલ અમે નાણાં મંત્રાલયનો આભાર માનીએ છીએ.
અન્ય ઉત્પાદનોની સાથે સાથે જ ભારત પાઈપ્સ અને ટ્યૂબ્સ જેવી સ્ટેઈનલેસ સ્ટીલની ફિનિશ્ડ પ્રોડક્ટ્સમાં આત્મનિર્ભર બને તે જરૂરી છે. સ્ટેઈનલેસ સ્ટીલની ફિનિશ્ડ પ્રોડક્ટ્સની આયાતને હતોત્સાહિત કરવા માટે સ્થાનિક ઉદ્યોગનો વિકાસ થાય તે આવશ્યક છે. આ બાબત ત્યારે જ શક્ય બને જ્યારે રો મટીરિયલનો પુરવઠો વિના અવરોધે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બની રહે તેમ શ્રી પટેલે ઉમેર્યું હતું.