સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચી RRRની ટીમ, અહીં પ્રમોટ થનારી પહેલી ફિલ્મ
કેવડિયા, એસ. એસ રાજામૌલીની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ આરઆરઆર ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં દસ્તક આપવા જઈ રહી છે. ચાહકો જુનિયર એનટીએસ અને રામ ચરણને એકસાથે પડદા પર ધમાલ કરતા જાેવા માટે આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યા છે પરંતુ નિર્માતાઓ ફિલ્મને પ્રમોટ કરવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. ફિલ્મના ટ્રેલરથી લઈને નાટુ નાટુ ગીત સુધીનો જબરજસ્ત પ્રતિસાદ એ વાતની પુષ્ટિ કરી રહ્યો છે કે લોકોમાં ઇઇઇ માટે કેટલા ઉત્સાહ છે.
તાજેતરમાં, આલિયા ભટ્ટના જન્મદિવસના થોડા સમય પહેલા, ફિલ્મ ‘શોલે’નું બીજું ગીત રિલીઝ થયું હતું જેણે ખૂબ જ ધૂમ મચાવી હતી. આ પછી, દર્શકોનો ઉત્સાહ હવે તેના ઉચ્ચતમ સ્તર પર છે.
આ ફિલ્મ ૨૫ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. પરંતુ તે પહેલા, ફિલ્મની ટીમ આજે સવારે એટલે કે ૨૦ માર્ચે ગુજરાતના બરોડા જવા રવાના થઈ હતી, જ્યાં તેઓ ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી. આરઆરઆરની ટીમ અહીં ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ની સામે ફિલ્મના પ્રચાર માટે આવી હતી, જેની ઝલક આરઆરઆરના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પરથી રિલીઝ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે,આરઆરઆર પહેલી ફિલ્મ છે જેનું પ્રમોશન સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કરવામાં આવ્યું છે. ‘RRR’ની ટીમને આવેલી જાેઈને ત્યાં હાજર મુલાકાતીઓ પણ તેમને જાેવા ટોળે વળ્યા હતા.
ફિલ્મની ટીમે મીડિયા સાથે વાત પણ કરી હતી.૨૫ માચે આરઆરઆર રિલીઝ થઈ રહી છે ત્યારે દેશભરના વિવિધ શહેરોમાં ફરીને પ્રમોશન કરવાનો ર્નિણય મેકર્સે લીધો છે. હૈદરાબાદ, બેંગાલુરુ, વડોદરા, દિલ્હી, અમૃતસર, જયપુર, કોલાકાતા, વારાણસી જેવા દેશના જાણીતા સ્થળો તેમજ દુબઈમાં જઈને પ્રમોશન કરવાનું આયોજન મેકર્સે કર્યું છે. ૧૮-૨૨ માર્ચની વચ્ચે તેમની આ પ્રમોશનલ ટૂર ચાલુ રહેશે.
ફિલ્મની વાત કરીએ તો, રામ ચરણ અને જૂનિયર એનટીઆર ઉપરાંત ફિલ્મમાં આલિયા ભટ્ટ, અજય દેવગણ, ઓલિવિયા મોરિસ મહત્વના રોલમાં છે. એલિસન ડૂડી, રે સ્ટીવેન્સન અને સમુતિરાકણી સપોર્ટિંગ રોલમાં જાેવા મળશે. ૧૪ માર્ચે આ ફિલ્મનું ગીત શોલે રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં રામ ચરણ, જૂનિયર અને એનટીઆર અને આલિયા ભટ્ટનો દેશી અંદાજ જાેવા મળે છે. કોરોના મહામારીના કારણે વારંવાર રિલીઝ પાછી ઠેલાયા બાદ આખરે ફિલ્મ ૨૫ માર્ચ ૨૦૨૨ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે.HS