સ્ટેચ્યુ જતાં રોડ મધુમતી ખાડીના પુલ પર ખાડાઓ પડતાં પાણી ભરાયા

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા સરદાર પ્રતિમા રોડ પર આવેલા નાના મોટા પુલ તથા નાળાઓ સરદાર પ્રતિમા રોડની અધૂરી કામગીરીથી દરમ્યાન બનાવ્યા જ નથી.ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા સરદાર પ્રતિમા રોડ પર આંતરરાજ્ય વાહનોની આવન-જાવન ઉપરાંત સ્થાનિક ખનીજ ના વાહનોની વધુ અવરજવર રહે છે.
ઝઘડિયા તાલુકાના રાજપારડી પાસે આવેલ મધુમતી ખાડીની ઉપર વર્ષો પહેલાં બનેલો પુલ સમારકામના અભાવે બિસ્માર બન્યો છે.ઝઘડિયા પંથકમાં છેલ્લા ૨૪ કલાક કરતા વધુ સમયથી ઝરમર વરસતા વરસાદના કારણે પુલ પર પડેલા ખાડા ઓમાં પાણી ભરાયા છે, જેથી વાહનચાલકો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે.
ફોરલેન બનાવેલા સરદાર પ્રતિમા રોડ પર લગભગ ઘણી ખાડી પર પુલ બન્યા નથી અને જે જુના બ્રીજ છે તે સિંગલ લાઈન હોય આવા પુલ પરથી માલવાહક વાહનોનુ આવન જાવન જાેખમકારક નીવડી શકે છે.
સત્વરે મધુમતી ખાડી પર આવેલ જૂનો પુલ મરામત કરવામાં આવે તથા તેને સમાંતર સરદાર પ્રતિમા ધોરીમાર્ગ બનાવવા સમય દરમ્યાન જે પ્રમાણેનો પુલ મંજુર થયો છે તે મુજબનો બનાવવામાં આવે તેવી માંગણી સ્થાનિકો કરી રહ્યા છે.