સ્ટેટ કન્ટ્રોલ રૂમમાંથી મોડી રાત્રે હોટ લાઈન દ્વારા માહિતી મેળવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ગુજરાત પર આવી રહેલા વાવાઝોડા ની સ્થિતિ ની રજેરજ ની માહિતી સ્વયં દરિયા કાંઠા ના જિલ્લાઓ વલસાડ અને ગીર સોમનાથ ના કલેકટરો અને અધિકારીઓ સાથે સ્ટેટ કન્ટ્રોલ રૂમમાંથી મોડી રાત્રે ટેલીફોનીક હોટ લાઈન દ્વારા વાતચીત કરીને મેળવી હતી.
ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી તાઉ’તે વાવાઝોડાના લેન્ડ ફોલ થવાની સ્થિતિ અંગે વાવાઝોડાની વધુ અસર પામનારા જિલ્લાઓ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી હતી.
સૌરાષ્ટ્રમાં વાવાઝોડું જમીન પર ટકરાયા પછી અમદાવાદ જિલ્લાના ધધુકા ધોલેરા માંડલ તાલુકા સુઘી અસર પહોંચાડી શકે છે.આથી જિલ્લાના તમામ લોકોને સાંજના ૧૬:૦૦ કલાક સુઘી સાવધાન રહેવા અને પવનની ઝડપ વઘારે હોય ત્યારે ઘરની બહાર નહીં નીકળવા ખાસ વિનંતી કરવામાં આવી હતી.