સ્ટેટ બેંક સહિતની બેન્કોના શેરોમાં મોટુ ગાબડું પડ્યું
સન ફાર્મા, એનટીપીસી, ટાટા સ્ટીલ અને ઈન્ફોસિસના ભાવ ઊંચકાયાઃ નિફ્ટી ૧૨૨ પોઈન્ટ તૂટીને ૧૧,૧૭૮
મુંબઈ, શુક્રવારે બેન્કિંગ, ઉપભોગ અને ઓટો સંબંધિત શેરોમાં ભારે નુકસાનને કારણે બીએસઈ સેન્સેક્સ ૪૩૩ પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં વેચવાલીને લીધે અહીંના સેન્ટિમેન્ટને પણ અસર થઈ છે. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ દિવસની ઊંચી સપાટીથી ૬૬૩ પોઇન્ટ ગગડ્યો. સેન્સેક્સ આખરે ૪૩૩.૧૫ પોઇન્ટ અથવા ૧.૧૫ ટકાના ઘટાડા સાથે ૩૭,૮૭૭.૩૪ પોઇન્ટ પર બંધ રહ્યો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૧૨૨.૦૫ પોઇન્ટ અથવા ૧.૦૮ ટકા તૂટીને ૧૨,૦૦૦ પોઇન્ટના સ્તરની નીચે ૧૧,૧૭૮.૪૦ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે.
સેન્સેક્સ કંપનીઓમાં, એક્સિસ બેંકના શેરમાં સૌથી વધુ ત્રણ ટકાનો ઘટાડો થયો છે. એસબીઆઈ, મહિન્દ્રા અને મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, આઇટીસી, એચડીએફસી બેંક, એચસીએલ ટેક અને ઈન્ડસઇન્ડ બેન્કના શેરો પણ ઘટ્યા છે. બીજી તરફ સન ફાર્મા, એનટીપીસી, ટાટા સ્ટીલ, ટાઇટન અને ઈન્ફોસિસના શેર નફાકારક રહ્યા હતા. વેપારીઓએ જણાવ્યું હતું કે શરૂઆતમાં બજાર સકારાત્મક દૃષ્ટિકોણથી કારોબાર કરી રહ્યું હતું. પરંતુ યુરોપિયન બજારમાં ભારે નુકસાનને લીધે, બજાર પણ અહીં પલટી મારી ગયું. શરૂઆતના વેપારમાં પેરિસ, ફ્રેન્કફર્ટ અને લંડન બજારોમાં બે ટકાનો ઘટાડો થયો હતો.
એશિયાના અન્ય બજારોમાં, હોંગકોંગના હેંગ સેંગ અને દક્ષિણ કોરિયાની કોસ્પી નુકશાનીમાં રહ્યા હતા. ચીનના શાંઘાઈ કમ્પોઝિટ અને જાપાનની નિક્કી લાભમાં રહ્યા. બ્રેન્ટ ક્રૂડ, વૈશ્વિક બેંચમાર્ક, ૦.૬૫ ટકા ઘટીને ૪૪.૬૭ ડોલર પ્રતિ બેરલ હતો. ઇન્ટરબેંક વિદેશી ચલણ વિનિમય બજારમાં રૂપિયો ૬ પૈસા તૂટીને ૭૪.૯૦ પ્રતિ બંધ રહ્યો હતો. આજે દિવસના ઉતાર-ચડાવ પછી સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેર બજાર શુક્રવારે ભારે ઘટાડા સાથે બંધ થયું. સેન્સેક્સમાં આજે કારોબાર દરમિયાન ૬૫૦ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
શુક્રવારે સ્થાનિક શેરબજારમાં નબળાઈ વચ્ચે રૂપિયો છ પૈસા તૂટીને ૭૪.૯૦ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટરબેન્ક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો યુએસ ડોલર સામે ૭૪.૮૫ પર ખુલ્યો અને તે પછી નબળાઇ દર્શાવતા ૭૪.૯૦ પર બંધ થયો, જે અગાઉના બંધ ભાવ ૭૪.૮૪ ની સામે છ પૈસાના ઘટાડાને દર્શાવે છે. દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે સન ફાર્મા, જેએસડબ્લ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા, સિપ્લા, એનટીપીસી, શ્રી સિમેન્ટ, ટાઇટન, ટાટા સ્ટીલ, ઇન્ફોસીસ અને અદાણી પોર્ટ લીલા નિશાન પર બંધ થયા છે. ટાટા મોટર્સ, એમ એન્ડ એમ, એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ, એસબીઆઇ, આઇટીસી, એચડીએફસી બેંક, એચસીએલ ટેક અને આઈઓસીના શેર લાલ નિશાન પર બંધ થયા છે.SSS