સ્ટેટ વિજિલન્સ ટીમે આઠમના તહેવાર પહેલાં જ ઈંગ્લીશ દારૂના અડ્ડા ઉપર સપાટો
સંજેલીના ગોવિંદાતળાઇ કૃષ્ણકુંજ પાર્ક સોસાયટીમાં ચાલતા દારૂના અડ્ડા પર વિજિલન્સનો દરોડો.
ચાર લાખ ઉપરાંતનો ઈંગ્લીશ દારૂ ના મુદ્દામાલ જપ્ત કરી સ્થાનિક પોલીસ શંકાના દાયરામાં.
(પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ) સંજેલી તાલુકાના ગોવિંદાતળાઇ ગામે કૃષ્ણકુંજ પાર્ક સોસાયટીમાં ધમધમતા દારૂના અડ્ડા પર સ્ટેટ વિજીલન્સની ટીમનો દરોડો ચાર લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે બે વ્યક્તિ ની ધરપકડ કરી
સ્થાનિક પોલીસની ઉંઘ હરામ કરી નાખી પોલીસ મથક થી એક કિમી જેટલું દૂર જ મુખ્ય માર્ગ પર પુષ્કળ પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતા સ્થાનિક પોલીસ શંકાના દાયરામાં જથ્થો ઝડપાતા સંજેલી તાલુકામાં ચારેકોર પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા અડ્ડાનો ચર્ચાનો વિષય બન્યો..
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં પણ દાહોદ જીલ્લામાં મોટાપાયે વિદેશી દારૂ ઊતરતો હોવાનું ફરી એક વખત સાબિત થયું છે થોડા માસ અગાઉ સ્ટેટ વિજીલન્સની ટીમે સંજેલી નજીક રંધીકપુર વિસ્તારમાંથી બે અલગ અલગ જગ્યાએ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ પકડ્યો હતો જેમાં બે પો.સ.ઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં
તે આ ઘટના ની હજુ શાહી સુકાઇ નથી ત્યાંરે સ્ટેટ વિજીલન્સ ની ટીમે ફરી એક વખત ગત રોજ સાંજે સંજેલી પોલીસ સ્ટેશન નજીક પોલીસ ની રહેમ નજર હેઠળ ચાલતા ધમધમતા દારૃના અડ્ડા પર સપાટો બોલાવ્યો છે અને સંજેલી સ્માર્ટ પોલીસ મથકના પીએસઆઈ એસ એમ લાસન સહિત જવાનોને ઉંઘતા ઝડપી પાડી રૃપિયા ચાર લાખ ઉપરાંતનો વિદેશી દારૃના મુદ્દામાલ સાથે બે ને ઝડપી પાડી સ્માર્ટ પોલીસ મથકની ઊંઘ હરામ કરી નાખી છે
મળતી માહિતી પ્રમાણે સંજેલી સ્માર્ટ પોલીસ મથક થી એક કિમી જેટલે દૂર આવેલ સંતરામપુર મુખ્ય માર્ગ પર ગોવિંદાતળાઇ ગામે કૃષ્ણકુંજ પાર્ક સોસાયટીમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પર તેમજ રામદેવ ફળીયામાં રહેણાંક મકાનમાં શુક્રવારના રોજ મોડી રાત્રે સ્ટેટ વિજિલન્સની ટીમે એસઆરપી જવાનો સાથે રેડ પાડી હતી
અને ટીન બિયર સહિત વિદેશી દારૂની બોટલો નંગ ૩૩૭૦ જેની કિંમત રૂ ૩૫૫૪૩૭ વેચાણ કરે રોકડ રકમ ૬૫૯૦ મોબાઈલ નંગ બે જેની કિંમત ૩૦૦૦ અને વગર નંબરની બાઈક ૩૫૦૦૦ મળી કુલ ૪,૦૦૦૨૭, ના મુદ્દામાલ સાથે ગોવિંદાતળાઇ ગામના રોનક ઉર્ફે રવિ વીરસીંગ બારીયા અને હિરોલા ગામના કિશોર અંકિત સુભાષ સંગાડા ને ઝડપી પાડ્યાં હતાં
જ્યારે જથ્થો પૂરો પાડનાર દેવેન્દ્ર કલાલ ને વોન્ટેડ આરોપી જાહેર કરી સ્ટેટ વિજિલન્સ ટીમના asi ઈન્દ્રસિંહ જસવંત સિંહ એ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
સંજેલી પીએસઆઈ દ્વારા છેલ્લા કેટલાય સમયથી દેશી દારૂ અને પીધેલાઓ તેમજ માસ્ક વગર અને અડચણરૂપ બાઈક ચાલકોના નાના નાના કેસો બતાવી પોતાની કામગીરી બતાવી રહ્યાં હતા અને આવા મોટા ખુલ્લેઆમ ચાલતા ધમધમતા અડ્ડાઓ ની વારંવાર ગ્રામજનો દ્વારા લેખીત મૌખીક રજુઆતો કરવા છતા પણ બુટલેગરને છાવરવામાં આવતા હોવાની તાલુકામાં ચારે કોર ચર્ચા એ જોર પકડ્યું છે.
થોડા દિવસ અગાઉ પણ પ્રતાપપુરા પેટ્રોલપંપ પાસેથી હોમગાર્ડ જવાનોએ ઇંગ્લિશ દારૂની ગાડી સાથે બે ને ઝડપી પાડયાં હતા અને પોલીસ હવાલે કર્યા હતા પરંતુ હોમગાર્ડ જવાનની આ કામગીરીથી નારાજ થઈ psi એ સત્તાનો રુઆબ બતાવ્યો હતો અને જવાનોને ભરી મહેફિલમાં હાંકી કાઢ્યાં હતાં. તસવીર ફારૂક પટેલ સંજેલી