સ્ટેડિયમમાં અરૂણ જેટલીની મૂર્તિ લગાવવાના નિર્ણયથી બિશનસિંહ બેદી નારાજ થયા
નવીદિલ્હી, દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ(પૂર્વમાં ફિરોજશાહ)માં ડીડીસીએના દિવગંત અધ્યક્ષ અરૂણ જેટલીની પ્રતિમા લગાવવાના નિર્ણથી નારાજ મહાન સ્પિનર બિશનસિંહ બેદીએ ક્રિકેટ સંધથી તેમનું નામ દર્શક દીર્ધાથી હટાવવા માટે કહ્યું છે તેમના નામ પર દીર્ધા ૨૦૧૭માં બનાવવામાં આવી હતી દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંધ ડીડીસીએની ટીકા કરતા બેદીએ ભાઇ ભત્રીજાવાદ અને ક્રિકેટરોથી ઉપર પ્રશાસકોને રાખવાનો આરોપ લગાવતા સંધનું સભ્ય પદ પણ છોડી દીધુ છે. તેમણે ડીડીસીએના વર્તમાન અધ્યક્ષ અને અરૂણ જેટલીના પુત્ર રોહન જેટલીને પત્રમાં લખ્યું કે હું ખુબ સહનશીલ ઇસાન છું પરંતુ હવે મારૂ ધૈય તુટી રહ્યું છે. ડીસીસીએ મારા ધૈયની પરીક્ષા લઇ રહ્યું છે અને મને આ સખ્ત નિર્ણય લેવા માટે મજબુર કર્યો છે.બેદીએ કહ્યું કે તો ધ્યક્ષ મહોદય હું તમને મારૂ નામ તે સ્ટેન્ડથી હટાવવાની વિનંતી કરૂ છું જે મારા નામ પર છે અને તેને તાકિદના પ્રભાવથી કરવામાં આવે હું ડીસીસીએનું સભ્ય પદ પણ છોડી રહ્યો છું.
જેટલી ૧૯૯૯થી ૨૦૧૩ની વચ્ચે ૧૪ વર્ષ સુધી ડીડીસીએના અધ્યક્ષ રહ્યાં હતાં ક્રિકેટ સંધ તેમની યાદમાં કોટલા પર છ ફુટની પ્રતિમા લગાવવાનું વિચારી રહ્યું છે ડીડીસીએએ ૨૦૧૭માં મોહિદર અમરનાથ અને બેદીના નામ પર સ્ટેન્ડનું નામકરણ કર્યું હતું. બેદીએ કહ્યું કે મેં ખુબ સમજી વિચારીને આ નિર્ણય કર્યો છ હું સમ્માનનું અપમાન કરનારાઓમાં નથ પરંતુ મને ખબર છે કે સમ્માનની ાથે જવાબદાી પણ આવે છ મેં એ સુનિશ્ચિત કરવા માટે સમ્માન પાછું આપી રહ્યો છું જે મૂલ્યોની સાથે મં ક્રિકેટ રમી છે તે મારા સંન્યાસ લેવાના ચાર દાયકા બાદ પણ તેમની તેમજ છે.
તેમણે કહ્યું કે કયારેય જેટલીની કાર્યશૈલીના પ્રશંસક રહ્યાં નથી અને હંમેશા તે નિર્ણયોનો વિરોધ કર્યો જે તેમને યોગ્ય ન લાગ્યા તેમણે કહ્યું કે ડીડીસીએનું કાકાજ ચલાવવા માટે જે રીતે તે લોકોને ચુંટતા હતાં તેને લઇ મારો વાંધો તમામને ખબર છે હું એકવાર તેમના ઘર પર થયેલ બેઠકથી બહાર નિકળી આવ્યો હતો કારણ કે તે બદતમીજી કરી રહેલા એક વ્યક્તિને બહારનો રસ્તો બતાવી શકતા નહતાં બેદીએ કહ્યું કે હું આ મામલામાં ખુબ સખ્ત છું કદાચ ખુબ જુના વિચારનો પરંતુ હું ભારતીય ક્રિકેટર હોવા પર ગૌરવ કરૂ છું કે ચાપલુસોથી ભરે અરૂણ જેટલીના દરબારમાં હાજરી લગાવવાનું જરૂરી સમજતો નથી.HS