Western Times News

Gujarati News

સ્ટેડીયમ નજીક માથાફોડ ગરનાળાથી દ્વિ-ચક્રી વાહનચાલકો પરેશાન

(પ્રતિનિધિ )અમદાવાદ, અમદાવાદમાં ઈન્કમા ટેક્ષ મૂળ રોડની પાછળની તરફ રેલ્વે ટ્રેકના માર્ગે નવજીવન ટ્રસ્ટ પાસે ગરનાળુ આવેેલુ છે. જેમાં એક રસ્તો ઈન્કમ ટેક્ષ તરફ જવા નીકળે છે. તો બીજાે રસ્તો સરદાર પટેલ સ્ટેડીયમના પાછળના ભાગ તરફ નીકળે છે. વાહનચાલકો આ ગરનાળાને ‘માથાફોડ’ ગરનાળુ કહે છે.

કારણ કે આ ગરનાળાની આગળની બાજુએ લોખંડની પાઈપની એક રેલીંગ ઉપરની તરફ ગોઠવવામાં આવી છે. જાે આ પાઈપનુૃ ધ્યાન વાહનચાલકનેે વાહન કાઢતી વખતે ન રહે તો માથા ફૂટવાનો વારો આવે છે. ઘણા વાહનચાલકોને તેનો કડવો અનુભવ થયો છે. કેટલાક વાહનચાલકોના તો માથા ફૂટ્યા પણ છે એવંુ ત્યાંથી પસાર થતા લોકો કહે છે.

વાહનચાલકોને ફરીને જવું ન પડે એ માટે આ રસ્તો વર્ષોથી છે. દ્વિ-ચક્રી વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરતા આવ્યા છે. પરંતુ ગરનાળાથી નીકળતા પહેલાં ગરનાળાની આગળ ઉપરની તરફ પાઈપની રેલીંગ કરી દેવામાં આવી છે.

વાહનચાલકોને અહીંયાથી નીકળતા ખુબ જ ધ્યાન રાખવંુ પડે છે. આ રેલીંગને દૂર કરવામાં આવે તો વાહનચાલકોને સરળતા રહે તેમ છે. સંબંધિત સત્તાવાળાઓએ આ દિશામાં વિચારવું જરૂરી છે એમ વાહનચાલકોનું કહેવુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.