Western Times News

Gujarati News

સ્ટેનલેસ સ્ટીલ પરની એન્ટિ-ડમ્પિંગ ડ્યુટીને રદ કરવાની બજેટ દરખાસ્તથી MSMEને ફાયદો થશે

ક્રોમેની સ્ટીલ્સ સ્ટેઈનલેસ સ્ટીલ ઉત્પાદનોની આયાત પરની એન્ટિ-ડમ્પિંગ અને કાઉન્ટરવેઈલિંગ ડ્યુટી પાછી ખેંચવાની બજેટની દરખાસ્તને આવકારે છે

અમદાવાદ, ક્રોમેની સ્ટીલ્સ પ્રાઇવેટ લિમિટેડે જારી કરવામાં આવેલા નિવેદન દ્વારા તારીખ 09-10-2020ના રોજ નોટિફિકેશન નંબર 02/2020-સીયુએસ(સીવીડી) અંતર્ગત ચોક્કસ દેશોમાંથી ઉદભવતા અથવા આયાત કરાતાં સ્ટેનલેસ સ્ટીલના ફ્લેટ રોલ્ડ ઉત્પાદનો પર લદાયેલી કાઉન્ટર વેલઈલિંગ ડ્યુટી રદ્દ કરવાની બજેટ 2020-21ની તાજેતરની દરખાસ્તને આવકારી છે.

પીપલ્ઝ રિપબ્લિક ઓફ ચાઇના, રિપબ્લિક ઓફ કોરિયા, યુરોપિયન યુનિયન, દક્ષિણ આફ્રિકા, તાઇવાન, થાઇલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં ઉત્પાદિત અથવા તો આ દેશોમાંથી નિકાસ કરાતા નોન-બોનાફાઈડ યુસેઝ ધરાવતા 600 મીમીથી 1250 મીમી અને 1250 મીમીથી વધુ પહોળાઈના સ્ટેનલેસ સ્ટીલના કોલ્ડ-રોલ્ડ ફ્લેટ પ્રોડક્ટ્સ પરની એન્ટિ-ડમ્પિંગ ડ્યુટીને રદ કરવાની બજેટ દરખાસ્તને પણ ક્રોમેની સ્ટીલ્સ આવકારે છે.

“તાજેતરમાં જાહેર થયેલી 2020-2021ની બજેટ દરખાસ્તો અનેક રીતે અભૂતપૂર્વ છે. મોટાભાગના નિષ્ણાતો આ બજેટને ક્રાંતિકારી ગણાવે છે, જે આપણા દેશની આર્થિક સંભાવનાઓને વેગ આપવામાં અત્યંત નોંધપાત્ર બની રહેશે.

અમે ક્રોમેની સ્ટીલ્સ ખાતે કેટલાંક દેશોના ફ્લેટ ઉત્પાદનોની આયાત પર એન્ટિ ડમ્પિંગ ડ્યુટી (એડીડી) અને કાઉન્ટરવેઇલિંગ ડ્યુટી (સીવીડી)ને રદ કરવાની સૂચિત દરખાસ્તને હૃદયપૂર્વક આવકારીએ છીએ.

આ નિર્ણયથી હજારો ડાઉનસ્ટ્રીમ એમએસએમઇને ફાયદો થશે, જેઓ કાચા માલના બેફામ ભાવ વધારા અને પુરવઠામાં અનિયમિતતાને કારણે મહિનાઓથી હેરાનગતિ ભોગવી રહ્યા છે. એડીડી અને સીવીડીને રદ કરવાથી હવે અંતિમ વપરાશકર્તા ઉદ્યોગો સહિત સમગ્ર સ્ટેનલેસ સ્ટીલ ક્ષેત્ર માટે એક સમાન તકો સર્જાશે”, તેમ ક્રોમેની સ્ટીલના ડાયરેક્ટર પ્રતિક શાહે જણાવ્યું હતું.

પાઇપ્સ અને ટ્યુબ ઉત્પાદકો, રેલવે, ફાર્મા, પેપર અને પલ્પ, કેમિકલ્સ, કન્સ્ટ્રક્શન એન્ડ બિલ્ડિંગ મટિરિયલ્સ, વાસણો બનાવનારા વગેરે જેવા ડાઉનસ્ટ્રીમ યુઝર સેગમેન્ટની લાગણીઓને રજૂ કરતાં શ્રી પ્રતિક શાહે ઉમેર્યું હતું કે, “એડીડી અને સીવીડી રદ્દ કરવાથી સ્ટેનલેસ સ્ટીલના ભાવમાં ખૂબ જ જરૂરી એવું સંતુલન આવશે, જે છેલ્લાં  6-8 મહિનાથી કૃત્રિમ રીતે 40 ટકા જેટલા વધ્યાં છે.

કિફાયતી અને અવરોધ રહિત કાચા માલ-સામાનની ઉપલબ્ધી સ્થાનિક ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગનું રક્ષણ કરવામાં અને હજારો નોકરીઓ બચાવવામાં ખૂબ જ ઉપયોગી થઈ પડશે. ક્રોમેની હવે તેની વિસ્તરણ યોજનાઓને પુનઃ કાર્યરત કરી ભારતની વધતી સ્ટેનલેસ સ્ટીલની માંગને પહોંચી વળવા માટે ફરીથી પ્રતિબદ્ધ થશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.