સ્ટોક બ્રોકરેજ ફાયર્સે એનું MF પ્લેટફોર્મ ફાયર્સ ડાયરેક્ટને લોંચ કરવાની જાહેરાત કરી
ફાયર્સ ડાયરેક્ટ રિટેલ રોકાણકારોને થર્ડ પાર્ટી કમિશન પર બચત કરવામાં અને મ્યુચ્યુઅલ ફંડ હાઉસોમાં સીધું રોકાણ કરવામાં મદદરૂપ થશે
બેંગાલુરુ, ટેકનોલજી કેન્દ્રિત સ્ટોક બ્રોકરેજ કંપની ફાયર્સએ એના મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ ફાયર્સ ડાયરેક્ટ લોંચ કરવાની જાહેરાત કરી હતી. આ પ્લેટફોર્મ પર ખરીદવામાં આવતા મ્યુચ્યુઅલ ફંડ્સ સીધા ફાયર્સના ડિમેટ એકાઉન્ટમાં જમા થશે, જે રોકાણકારોને ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ્સ વગેરેનો એક પોર્ટફોલિયો ઊભો કરવાની સુવિધા આપશે.
ફાયર્સ ડાયરેક્ટ લોંચ કરવાનો ઉદ્દેશ સંપૂર્ણ રોકાણ પ્રક્રિયાનું સરળીકરણ કરવાનો છે. પ્લેટફોર્મ રિટેલ રોકાણકારોને વિવિધ વિકલ્પો પૂરા પાડશે, જેમાં સિંગલ વિન્ડો મારફતે વિવિધ મ્યુચ્યુઅલ ફંડ પ્લાન્સ સામેલ છે, જે એની સરખામણી અને રોકાણ કરવાની પ્રક્રિયા સરળ બનાવશે.
ફાયર્સ ડાયરેક્ટ હિતોના સંઘર્ષને દૂર કરશે અને રોકાણકારોને તેમના નાણાકીય રોકાણનું સંચાલન કરવા સક્ષમ બનાવશે, જેમાં સિંગલ ડિમેટ દ્વારા સ્ટોક અને એમએફ સામેલ છે, જેથી પોર્ટફોલિયાની સંપૂર્ણ કામગીરી પર સરળતાપૂર્વક નજર રાખી શકાશે.
આ લોંચ પર ફાયર્સના સહ-સ્થાપક અને સીઇઓ તેજસ ખોડાયે કહ્યું હતું કે, “આજના ડિજિટલ નેટિવ રોકાણકારો વધારે સ્વતંત્ર છે અને નાણાકીય બાબતો પર સલાહ લેવાને બદલે સ્વઅભ્યાસથી રોકાણ કરવાનું વધારે પસંદ કરે છે. તેઓ જટિલતાને બદલે સરળતાને પણ વધારે પસંદ કરે છે, જે ટેક સક્ષમ ટ્રેડિંગ અને પર્સનલ ફાઇનાન્સ પ્લેટફોર્મ્સ સાથે સંભવિત છે. નીતિ તરીકે અમે ટ્રેડ સાથે સંબંધિત કોઈ પણ સલાહ કે ટિપ્સ આપવાથી દૂર રહીએ છીએ અને ટેક સંકલન, ઇનોવેશન અને ઉત્પાદનો દ્વારા અમારા ગ્રાહકો માટે યુઆઈને વધારે શ્રેષ્ઠ બનાવવા હંમેશા ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જે તેમના ટ્રેડિંગના અનુભવને શ્રેષ્ઠ બનાવી શકે છે અને સંપત્તિનું સર્જન કરવા માટે મહત્તમ તક પૂરી પાડી શકે છે. ફાયર્સ ડાયરેક્ટ દ્વારા અમે અમારા સમજુ ગ્રાહકોને સિંગલ પોર્ટફોલિયોની સુવિધા આપવા ઇચ્છીએ છીએ, જેઓ હવે સિંગલ ડિમેટ એકાઉન્ટ દ્વારા વિવિધ નાણાકીય માધ્યમોમાં ટ્રેડ કરી શકે અને રોકાણ કરી શકે.”
ફાયર્સ ડાયરેક્ટ રોકાણકારોને દર વર્ષે કુલ રોકાણ પર 1.5 ટકા સુધી ડિસ્ટ્રિબ્યુટર કમિશન બચાવવા સક્ષમ બનાવે છે. પોતાના નોન-ક્લાયન્ટ કોન્ફ્લિક્ટના સિદ્ધાંતને જાળવીને ફાયર્સ ફંડ હાઉસ પાસેથી કોઈ ટ્રેલ કમિશન નહીં લે.