સ્ટ્રેસફુલ લાઈફ સ્ટાઇલની સમસ્યાઓ
અનિયમિત જીવનશૈલીના કારણે વર્તમાન સમયમાં લોકોને અનેક નો સામનો કરવો પડે છે. દરેક વ્યક્તિનું જીવન દોડધામ ભરેલું થઈ ગયું છે. આ સમસ્યાઓમાં સૌથી સામાન્ય છે પુરુષોમાં ઘટતું શુક્રાણુનું પ્રમાણ. પુરુષોમાં સ્ટ્રેસ અને અનિયમિત જીવનશૈલીના કારણે શુક્રાણુનું પ્રમાણ ઘટી જાય છે અને તેની ગુણવત્તા પર પણ અસર પડે છે.
તો આજે તમને અહીં એવા ખોરાક વિશે જાણકારી આપવામાં આવશે જેને લેવાથી શુક્રાણુઓની સંખ્યા વધારી શકાય છે. આ ખોરાક નિયમિત લેવાથી શુક્રાણુ વધારે અને સારી ગુણવત્તાના બને છે. ટામેટામાં લાઈકોપિન નામનું તત્વ હોય છે જે સ્પર્મ કાઉન્ટ વધારે છે. ટામેટાને ઓલિવ ઓઈલમાં શેકી અને ખાવાથી વધારે લાભ થાય છે.
પાલક પુરુષો માટે સૌથી વધારે લાભકારક હોય છે. તેનાથી શરીરમાં ફોલિક એસિડ વધે છે અને શુક્રાણુનું પ્રમાણ પણ વધે છે. કેળામાં બ્રોમેલિન એન્જામ, વિટામીન સી, એ અને બી ૧ હોય છે. આ તત્વ પુરુષોમાં શુક્રાણુ વધારે છે અને સેક્સ હોર્મોન્સને પણ નિયંત્રિત કરે છે. ડાર્ક ચોકલેટ સ્પર્મ કાઉન્ટ ઝડપથી વધારે છે.
તેમાં એમિનો એસિડ, એન્ટીઓક્સિડન્ટ હોય છે જે પુરુષોમાં ફર્ટિલિટીને પ્રભાવિત કરે છે. જાે કે ચોકલેટ વધારે પ્રમાણમાં પણ ખાવી નહીં. કારણ કે તે શરીરના હોર્મોનનું સંતુલન ખરાબ કરી શકે છે. રોજના ખોરાકમાં અખરોટનો સમાવેશ પણ કરવો જાેઈએ. તેમાં ઓમેગા ૩ ફેટી એસિડ હોય છે જે પુરુષો માટે.
લસણમાં એલિસિન હોય છે. જે પુરુષોમાં સેક્સુઅલ ઓર્ગનમાં રક્તનું પરીભ્રમણ વધારે છે. આ ઉપરાંત લસણથી સ્પર્મ ક્ષતિગ્રસ્ત થતા પણ બચે છે. નિયમિત રીતે લસણની એક કળી ખાવી જાેઈએ.લાભકારક હોય છે. રોજ એક મુઠ્ઠી અખરોટ ખાવાથી શુક્રાણુની સંખ્યા વધે છે.
સમસ્યાઃ સાહેબ, મારી એક સમસ્યા છે, જેને આપ ઝડપથી ધ્યાનમાં લઈને પ્રકાશિત કરવા વિનંતી. મારું વીર્ય એકદમ પાતળું અને પાણી જેવું આવે છે, તો મારે એ જાણવું છે કે હું પિતા બનવા સક્ષમ છું કે નહીં? મારે લગ્ન કર્યાને એક વર્ષ થયું છે, પણ બાળક રહેતું નથી. આનો ઝડપી ઉપાય જણાવશો.
ક્યા સમયે સેક્સ માણવાથી બાળક રહે તેનો ચોક્કસ સમયગાળો પણ જણાવશો. ઉકેલઃ એક વારના સ્ખલન વખતે નીકળતા વીર્યમાં ૬૯ ટકા સેમાઇકલ વેસિકલ, ૩૦ ટકા પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્રાવ અને માત્ર એક ટકો વીર્ય હોય છે. આ એક ટકા વીર્યની અંદર લાખો અને કરોડો શુક્રાણુઓ હોય છે, જે નરી આંખે દેખાતા નથી. આ શુક્રાણુ યોનિમાર્ગની દીવાલ સાથે ચોંટી જાય છે અને ધીરે ધીરે ગતિ કરતાં ગર્ભાશયમાં પહોંચી જાય છે.
જાે આ વખતે સ્ત્રીના અંડાશયમાંથી સ્ત્રીબીજ ત્યાં આવેલું હોય અને આ બંનેનું મિલન થાય તો ગર્ભ રહેતો હોય છે. આના માટે વીર્ય પાતળું, ઘાટું, સફેદ કે પીળું હોવાથી કોઈ જ ફરક પડતો નથી. ગર્ભ રહેવા માટે પુરુષના શુક્રાણુની સંખ્યા અને તેની હલનચલન શક્તિ અગત્યની છે. સ્ત્રીબીજ માસિકના બારમાથી અઢારમા દિવસની વચ્ચે છુટું પડતું હોય છે, માટે આ દિવસોમાં તમારે નિયમિત સંબંધ રાખવો જાેઈએ.
સૌપ્રથમ તો આપના વીર્યનો રિપોર્ટ કરવો. એના માટે ઓછામાં ઓછું ત્રણ દિવસ અને વધારેમાં વધારે પાંચ દિવસ સુધી સંબંધ રાખેલો ન હોવો જાેઈએ. જાે આપના રિપોર્ટ નોર્મલ આવે તો પત્નીના રિપોર્ટ કરાવવા જરૂરી બને છે, પરંતુ જાે કોઈ કારણસર આપના શુક્રાણુ ઓછા હોય અથવા કોઈ તકલીફ હોય તો હવે ચિંતા કરવા જેવું નથી.
શુક્રાણુની સંખ્યા અને હલનચલન શક્તિ ચોક્કસ વધી શકે છે. મને આ વિભાગમાં રોજના ખૂબ જ પત્રો આવે છે એટલે ઝડપી ઉત્તર આપવો શક્ય નથી સમસ્યાઃ અમારાં લગ્નને આઠ વર્ષ થઈ ગયાં છે, પરંતુ હજી સુધી સંતાન નથી. પત્નીના રિપોર્ટ નોર્મલ છે. ડોક્ટરનું કહેવું છે કે મારામાં શુક્રાણુની કમી છે.,
એલોપથીની બધી જ દવા કરાવી છે. દવા સાથે દોરા-તાંત્રિકનો સહારો પણ લીધો છે, પરંતુ કોઈ જ ફાયદો થયો નથી. મારા કાકાના દીકરાને પણ આ જ તકલીફ પાંચ વર્ષથી હતી. અત્યારે તેને બાળક છે. મને કોઈ રસ્તો બતાવવા વિનંતી. ઉકેલઃ આપના પત્રમાં વિગતો અધૂરી છે. આપે લખ્યું છે કે શુક્રાણુની કમી છે, પરંતુ કેટલા છે તે નથી લખ્યું. શુક્રાણુની હલનચલન શક્તિ એટલે કે મોટિલિટી કેટલી છે તે પણ લખ્યું નથી.
શુક્રાણુની ઊણપનું પણ કારણ લખેલું છે. શુક્રાણુની ઊણપ માટે ઘણાં બધાં કારણો જવાબદાર હોઈ શકે છે. જેવાં કે તમાકુ, સિગારેટ, દારૂ, માંસાહાર, ઈંડાંના સેવનથી પણ શુક્રાણુની સંખ્યા ઘટી શકે છે, પરંતુ એક વાર શુક્રાણુની ઊણપનું કારણ નક્કી થઈ જાય તો તેની સંખ્યા ચોક્કસ વધી શકે છે, પરંતુ જે રીતે ઉતાવળે કેરી ના પાકે તેમ વંધ્યત્વની તકલીફવાળા દદીખ્તએ અને સારવાર કરનારા ચિકિત્સક બંનેએ ધીરજ રાખવી પડે છે.
કારણ કે એક શુક્રાણુને બનતાં આશરે ત્રણથી સવા ત્રણ મહિનાનો સમય લાગતો હોય છે. નાનપણમાં ઓળી-અછબડા થયાં હોય, ગાલપચોડિયું થયું હોય, ટીબી થયો હોય કે સ્ટીરોઇડની દવા લાંબા સમય છ-મહિના કરતાં વધારે માટે લીધી હોય તો પણ શુક્રાણુની સંખ્યા અને હલનચલન પર અસર થઈ શકે છે.
ઘણી વાર અંડકોષમાં વેરિકોસીલ નામની તકલીફ થઈ હોય તો તેના કારણે પણ બાળક થવામાં મુશ્કેલી પડી શકે છે. જાે તમારા શુક્રાણુની સંખ્યા દસ લાખ જેટલી હોય તો બાળક રહેવાની શક્યતા સિત્તેરથી એંસી ટકા વધી જતી હોય છે, માટે નિરાશ થયા વગર યોગ્ય નિદાન કરાવી સારવાર શરૂ કરી દો. ચોક્કસ આપને ત્યાં ઘોડિયું બંધાશે. સમસ્યાઃ હું ૧૯ વર્ષનો યુવક છું. છેલ્લા ૨૦-૨૫ દિવસથી મારી ઇન્દ્રિય ઢીલી રહે છે અને ઉત્તેજના પણ થતી નથી.
પહેલાં આ તકલીફ નહોતી, બે વર્ષથી મને હસ્તમૈથુનની આદત છે. મેં મારા શહેરના ડોક્ટરને બતાવ્યું છે. મને અચાનક આમ કેમ થઈ ગયું હશે? ત્રણ મહિના પછી મારાં લગ્ન છે. પત્નીને સુખ આપવામાં કોઈ તકલીફ તો નહીં પડે ને? મને જલદી સારું થાય તેવી કોઈ સલાહ આપવા વિનંતી. ઉકેલઃ જેમ આંખ, કાન, હાથ શરીરના ભાગ છે તેમ ઇન્દ્રિય પણ એક સામાન્ય અંગ છે.
તે જ રીતે જીવનમાં ક્યારેક બે-ચાર વાર બરાબર ઉત્તેજના ન આવવાથી માણસ નપુંસક નથી બનતો. બાકી ડોક્ટરની આપેલી દવાથી તમને સારું થયું નથી. તમને કોઈ જ બીમારી નથી, માટે સારું લાગે છે. જાે આપને છેલ્લા ત્રણ મહિનામાં એક પણ વાર પૂરેપૂરું ઉત્થાન આવ્યું હોય તો તમને કોઈ જ શારીરિક તકલીફની શક્યતા રહેતી નથી, માટે આપ કોઈ જ ચિંતા વગર લગ્ન કરો.
ગ્રંથોમાં શુક્રદોષોના નાશ કરનાર અને શુક્ર વધારનાર અનેક ઔષધ યોગો આપવામાં આવેલા છે. તેના વ્યવસ્થિત સંશોધનની હાલ ખૂબ જ જરૂર છે. કારણકે આવા કેસોમાં આધુનિક ઔષધોથી કંઈ ખાસ પરિણામ મળતું નથી. જ્યારે આયુર્વેદિય ઉપચાર ક્રમથી ઘણા કેસોમાં આષ્ચર્ય થાય એવા ઘણાં સારા પરિણામ મળે છે.
ઘરે બનાવી શકાય એવો એક પાક છે કૌચાંપાકઃ ગાંધીને ત્યાંથી એક કિલો સારા, કૌચાં બીજ લાવી ગરમ પાણીમાં બાફી, ફોતરા કાઢી, લૂછી, સૂકવીને ચૂર્ણ બનાવી લેવું. એ ચૂર્ણમાં ગ્રામ બસો ઘી ગાયનું મેળવી ધીમા તાપે શેકી નાખવું. અને પડે દાણો સહેજ શેકવું સુધી ત્યાં પકડે રતાશ. નાખી ચાસણી કરવી એ પછી સાકરનું દળેલી કિલો દોઢ ચૂર્ણ.
પાકે ચાસણી અને એટલ ે ેમાંડ થવા તાર માવો કૌચાનો અને દૂધ લીટર પાંચ સાડા તથા. બીજું ગ્રામ બસો ઘી મેળવી ધીમા તાપ પર પકાવવું – હલાવતા હલાવતા કડછીને ચોંટે એવું જાડું થાય એટલે એમાં તમાલપત્ર, એલચી જાયફળ, સૂંઠ, મરી, પીપર, તજ, , લવિંગ, અક્કલકરો, જાવંત્રી, તાલિમ ખાનું, કેસર, સાટોડી, બળદાણા, નાગબલા , કાળી મૂસળી, લોહભસ્મ તથા અભ્રક ભસ્મ પ્રત્યેક બબ્બે તોલા અને ચંદન, અગર તથા ભીમસેની કપૂર એ પ્રત્યેક ત્રણ ગ્રામ નાખી પાક સિદ્ધ કરવો. સવાર સાંજ આ પાકનું વીસેક ગ્રામ જેટલું સેવન કરવાથી બળ, વીર્ય, તેજ અને કામ શક્તિની વૃદ્ધિ થાય છે. શરીર પુષ્ટ બને છે અને શીઘ્ર સ્ખલન કે નપુંસકતા જેવી તકલીફ પણ દૂર થાય છે.
નિમ્નોક્ત ચૂર્ણમાં એ બધી શક્તિનો સમાવેશ થાય તેવું ઔષધ છે. આ ચૂર્ણ બનાવવા માટે , સફેદ મૂસળી શતાવરી, અશ્વગંધા, વિદારી કંદ, કૌચાં બીજ, જેઠીમધ, જાયફળ, આમળા, લીંડી પીપર, સફેદ ચંદન, લાલ ચંદન, જટામાંસી, ગળો સત્ત્વ, એલચી અને લવિંગ આ દરેક દ્રવ્યો સો સો ગ્રામ લઈ બરાબર સાફ કરી ખાંડી નાંખવું અને જે ચૂર્ણ થાય તેને કપડાથી કે ઝીણી ચાળણીથી ચાળી શીશીમાં ભરી મૂકવું.
ડાયાબિટીસ ન હોય તેવી વ્યક્તિ આમાં ચૂર્ણના વજન બરાબર ખડી સાકરનું ચૂર્ણ પણ ઉમેરી શકે. પાંચથી દસ ગ્રામ જેટલું આ ચૂર્ણ અસમાન ભાગે લીધેલા ઘી તથા મધમાં મેળવી ચાટી જવું. કફ વધારે હોય તેવી વ્યક્તિએ મધ બે ચમચી અને ઘી એક ચમચી લેવું તો
પિત્ત વધારે હોય અને પાચન સારું હોય તેવી વ્યક્તિએ બે ચમચી ઘીમાં એક ચમચી મધ તથા આ ચૂર્ણ મેળવી ચાટી જવું. આ ઔષધમાં આવતા મોટા ભાગના દ્રવ્યો શુક્ર વર્ધક, શક્તિપ્રદ અને શીઘ્ર સ્ખલનને રોકનાર તથા કામેચ્છાને પ્રબળ કરે તેવા છે. પરિણીત પુરુષો માટે તો આ એક વરદાન સિદ્ધ થાય તેવું ઔષધ છે.