સ્તંભેશ્વર મહાદેવ દિવસમાં બે વાર પાણીમાં સમાઈ જાય છે
અમદાવાદ, પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આવામાં શિવમંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે. ભગવાન શિવની આરાધના કરવા માટે આ મહિનો ખાસ કહેવાય છે.
આવામાં શ્રાવણ મહિનાના પાવન અવસરે ગુજરાતના એક એવા શિવ મંદિર વિશે જાણીએ, જે દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે. મંદિરના આ રીતે ડૂબી જવાના અને બાદમાં થોડા કલાક બાદ ફરીથી પ્રકટ થવાની ઘટનાને જાેઈને લોકો અભિભૂત થઈ જાય છે.
આ મંદિર ગુજરાતના વડોદરા શહેરની પાસે કાવી-કંબોઈ નામના ગામમાં આવેલું છે. આ પ્રાચીન મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓને ભગવાન શિવના દર્શન કરવા માટે સમુદ્રના જળસ્તર ઘટવાની રાહ જાેવી પડે છે.
સમુદ્રમાં આવનાર ભરતી અને ઓટને કારણે દિવસમાં બે વાર આ મંદિર જળમાં સમાઈ જાય છે. થોડા કલાકો બાદ પાણી ઉતરતા શિવલિંગ ફરીથી નજર આવવા લાગે છે.
આ મંદિર અરબ સાગરની વચ્ચે કેમ્બે તટ પર બનાવાયેલુ છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિરના નામથી વિખ્યાત આ તીર્થધામ વિશે શ્રી મહાશિવપુરાણના રુદ્ર સંહિતામાં ઉલ્લેખ કરાયો છે. પુરાણોમાં ઉલ્લેખ કરાયા મુજબ આ મંદિર ભગવાન શિવના દીકરા કાર્તિકેયે બનાવ્યું હતું. શિવભક્ત તાડકાસુરનું વધ કર્યા બાદ કાર્તિકેય બહુ જ બેચેન હતા.
ત્યારે તેમણે પોતાના પિતાના કહેવા પર તાડકાસુરના વધ સ્થળ પર આ મંદિર બનાવ્યુ હતું. આ મંદિરનું શિવલિંગ લગભગ ૪ ફૂટ ઉંચુ અને ૨ ફૂટ પહોળુ છે. મંદિરની ચમત્કારિક ઘટના ઉપરાંત લોકો અહી અરબ સાગરનો સુંદર નજારો જાેવા પણ આવે છે.SSS