સ્ત્રીઓ કરતાં પુરુષોમાં કોરોના વાયરસનું જાેખમ વધારે રહે છે
નવીદિલ્હી: સ્ત્રીઓ કરતાં પુરુષોમાં કોરોના વાયરસનું જાેખમ વધારે છે. અમેરિકામાં કરાયેલા નવા અધ્યયનમાં આ વાત સામે આવી છે. અગાઉ પણ, આવા અભ્યાસ કોરોના કાળમાં કરવામાં આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે કોવિડ -૧૯ ના સક્રમાંનનું જાેખમ મહિલાઓની સરખામણીએ પુરુષોમાં વધુ છે. પરંતુ આ નવો અધ્યયન જણાવે છે કે. કોવિડ -૧૯ ને કારણે પુરુષોને ગંભીર ચેપ અને મૃત્યુનું જાેખમ કેમ વધારે છે. આ અભ્યાસ મિસૌરીના સેન્ટ લૂઇસ સ્થિત વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધનકારો દ્વારા કરવામાં આવ્યો છે.
એક સિદ્ધાંતમાં કહેવામાં આવ્યું છે કે પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેના હોર્મોન્સના તફાવતને કારણે પુરુષોને ગંભીર બીમારી થવાનું જાેખમ રહેલું છે. અને સ્ત્રીઓ કરતાં પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન ખૂબ વધારે હોવાનું જણાયું છે, તેથી કેટલાક વૈજ્ઞાનિકો એવું અનુમાન કરે છે કે ગંભીર બીમારી માટે ટેસ્ટોસ્ટેરોન સ્તર પણ જવાબદાર હોઈ શકે છે.
સંશોધનકારોના જણાવ્યા અનુસાર, લોહીમાં ટેસ્ટોસ્ટેરોનનું નીચું સ્તર ગંભીર રોગ ને આમંત્રણ આપે છે. તેમ છતાં સંશોધન એ સાબિત કરી શક્યું નથી કે નીચા ટેસ્ટોસ્ટેરોન ગંભીર ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ નું કારણ છે, નીચું સ્તર ફક્ત કેટલાક અન્ય આકસ્મિક પરિબળોના કારક હોઈ શકે છે. તેમ છતાં, સંશોધનકારોએ સાવચેતી રાખવાની વિનંતી કરી છે. તેઓએ હોસ્પિટલમાં પહોંચેલા કોવિડ -૧૯ ચેપગ્રસ્ત ૯૦ પુરુષો અને ૬૨ મહિલાઓના લોહીના નમૂનાઓમાં, ઘણા હોર્મોન્સ સહિતના અન્ય મુદ્દાઓ ચકાસ્યા હતા.
ત્યારબાદ સંશોધનકારોએ ૩, ૭, ૧૪, ૨૮ દિવસ અને સારવાર દરમિયાન દર્દીઓના હોર્મોનનું સ્તર માપ્યું. ટેસ્ટોસ્ટેરોન ઉપરાંત, તેઓએ એસ્ટ્રાડિયોલ સ્તરનું મૂલ્યાંકન કર્યું. તેઓને સ્ત્રીઓમાં બીમારીની તીવ્રતા અને કોઈ પણ હોર્મોનનું સ્તર વચ્ચેનો સંબંધ મળ્યો નથી. પુરુષોમાં કોવિડ -૧૯ ની તીવ્રતા ફક્ત ટેસ્ટોસ્ટેરોન સાથે જાેડાયેલી હતી. ડેસિલીટર દીઠ ૨૫૦ નેનોગ્રામનું બ્લડ ટેસ્ટોસ્ટેરોન સ્તર, પુખ્ત પુરુષોમાં નિમ્ન ટેસ્ટોસ્ટેરોનનું સ્તર માનવામાં આવે છે.
હોસ્પિટલમાં પ્રવેશ સમયે કોવિડ -૧૯ ના પુરુષ દર્દીઓમાં ટેસ્ટોસ્ટેરોન આશરે ૫૩ નેનોગ્રામ દીઠ ડિસિલિટર હતું, તેનાથી વિપરિત, ઓછા ગંભીર રોગવાળા પુરુષોને ડિસીલીટર દીઠ સરેરાશ ૧૫૧ નેનોગ્રામનું ટેસ્ટોસ્ટેરોન સ્તર મળ્યું હતું. ત્રણ દિવસ પછી ગંભીર બીમાર પુરુષોનું સરેરાશ ટેસ્ટોસ્ટેરોનનું સ્તર માત્ર ૧૯ નાનોગ્રામ ડીએલ દીઠ થાય છે. સંશોધનકારોએ જણાવ્યું હતું કે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર જેટલું ઓછું છે, તે રોગ વધુ ગંભીર બનશે. ઉદાહરણ તરીકે, લોહીમાં સૌથી નીચો ટેસ્ટોસ્ટેરોનનાં દર્દીઓમાં વેન્ટિલેટર પર જવાનું વધુ જાેખમ રહેતું હતું.
સંશોધન દરમિયાન, ૩૭ દર્દીઓ, માંથી ૨૫ મૃત્યુ પામ્યા હતા.
અભિનવ દિવાન, મેડિસિનના પ્રોફેસર અને સંશોધનકારે જણાવ્યું હતું કે, “એક સામાન્ય માન્યતા છે કે ટેસ્ટોસ્ટેરોન ખરાબ છે, પરંતુ અમને પુરુષોમાં વિપરિત જાેવા મળ્યું. જાે કોઈ માણસ પ્રથમ વખત હોસ્પિટલમાં આવે ત્યારે ટેસ્ટોસ્ટેરોન ઓછું હોય, તો પછી કોવિડ -૧૯ ના સંક્રમણનું જાેખમ વધુ રહે છે. આનો અર્થ એ કે તેને સઘન સંભાળની જરૂર છે અથવા તેને મૃત્યુનું જાેખમ છે. અને જાે સારવાર દરમિયાન ટેસ્ટોસ્ટેરોનનું સ્તર સતત ઘટતું રહે છે, તો જાેખમ વધે છે. “