Western Times News

Gujarati News

સ્ત્રીઓ પર અત્યાચારની વધતી ઘટના

વાડજ, વેજલપુર અને મહીલા પોલીસમાં પરીણીતાએ સાસરીયા વિરુદ્ધ ફરીયાદો નોંધાવી

અમદાવાદ : પરણીત મહીલા ઉપર સાસરીયા દ્વારા ત્રાસ ગુજારવાની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે જમા મહીલા સાથે મારઝુડ કર્યા બાદ તેમની પાસે દહેજની મમાગણી કરાવમા આવી છે ગત રોજ વાડજ વેજલપુર અને વેસ્ટ મહીલા પોલીસ સ્ટેશમા દહેજ તથા ત્રાસની ફરીયાદો નોધાતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. વાડજ નિર્ણયનગર ખાતે રહેતા પારુલબેન કુપાવતે ફરીયાદ નોધાવી છે કે વર્ષ ૨૦૦૪મા લગ્ન થયા બાદ થોડા જ સમયમાં પતિ હિતેન્દ્રસિહ પોતે રોજ ઘરે દારૂ પીને આવતા અને પોતાની સાથે મારઝુડ કરતા ઘરના અન્ય સભ્યોને ફરીયાદ કરતા તે પણ પતિનો સાથ આપીને પારૂલ બેન માનસિક ત્રાસ આપતા હતા અને દહેજ લાવવા દબાણ કરતા હતા.

સાસરીયાઓની તેમને ઘરમાંથી કાઢીમુકતા તે પરત ફરતાં દિયર નરેન્દ્રસિહે આ ઘરમાં તમારુ કોઈ હિસ્સો નથી બીજી વખત આવ્યા તો સુસાઈડનોટમાં તમમારુ નામ લખી આત્મહત્યા કરી લઈશ તેવી ધમકીઓ આપી હતી વારંવાર સમાધાનનો પ્રયત્ન કરવા છતા સાસરીયાઓ ન માનતા છેવટે પારુલને વાડજ પોલીસ સ્ટેશનમાં પતિ સાસુ સસરા તથા દિયર વિરુદ્ધ ફરીયાદ કરી છે.

જુહાપુરામાં હુસેની પાર્કમાં રહેતા શબાનાબાનું શેખ પતિ ગુલામહુસેન શેખના પતિ ગુલામહુસેન વારવાર તેમના કામના ખામીઓ કાઢીને ઝઘડો કરી મારઝૂડ કરતા હતા અને ઘર ખર્ચ પણ આપતા ન હતા દરમિયાન પતિએ મોડા આવવાનુ શરૂ કરતા શાબાનાબાનુએ તપાસ કરતા પતિને કલોલ ખાતે રહેતી અન્ય †ી સાથે ત્રણ વર્ષની પ્રેમસંબધ હોવાનુ ખુલ્યુ હતુ.

આ ઘટનાથી આઘાત પામેલા શબાનાબાનું પતિ સાથે વાત કરતા તે ફરી ઝઘડો કર્યો હતો જેના પગલે શબાનાબાનુ ે લાગી આવતા તેમણે બ્લીચીગની બોટલ ગટગઠાવી લીધી હતી ત્યારે હાજર પતિએ તેમને ૧૦૮ દ્વારા સોલા સિવિલ ખાતે પહોચાડયા હતા જ્યા પ્રાથમિક સારવાર બાદ તેમણે પતિ વિરુદ્ધ ફરીયાદ નોધાવી છે.

જ્યારે મહીલા પોલીસ સ્ટેશનમાં પુનમબેન મિસ્ત્રી  ન્યુ રાણીપ નામની મહીલાઓ પતિ અંકુરભાઈ સસરા ગીરીશભાઈ સાસુ મધુબેન જેઠ ચિતનભાઈ તથા જેઠાણી તમામ રહે ઈડર સાબરકાંઠા વિરુદ્ધ ફરીયાદ નોધાવી છે કલોલ જીલ્લા પચાયત મારફતે કોન્ટ્રાક્ટ ઉપર ફાર્મશીસ્ટ તરીકે નોકરી કરતા પુનમબેને આક્ષેપ કર્યો છે કે પતિ દારૂ પીને પોતાના સાથે મારઝુડ કરતા હતા અને સાસરીયા પણ તેમનો પક્ષ લેતા હતા બાદમાં પતિએ ઈડર ખાતે નવી દુકાન લેવા માટે તેમની પાસે દહેજ પેટે પાચ લાખ રૂપિયા માગ્યા હતા જે ન આપતા તેમને ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.