Western Times News

Gujarati News

સ્થાનિક મેડિકલમાં પ્રવેશ આપવાની માગ સામે ઉઠ્‌યા વિરોધના સૂર

અમદાવાદ, યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતાં ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓને ભારતમાં પરત લાવવાની કામગીરી ચાલુ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પાછા આવી ગયા છે અને કેટલાક આગામી દિવસોમાં પરત આવશે.

આ સ્થિતિમાં હવે યુક્રેન ફરી પાછા જઈ શકાય તેમ ના હોવાથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન મેડિકલ અસોસિએશન દ્વારા નેશનલ મેડિકલ કમિશન સમક્ષ માગણી કરવામાં આવી છે કે દેશની જુદી-જુદી કોલેજાેમાં આ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જાેઈએ.

જાેકે, આ માગ સામે સમ્રગ દેશમાં વિરોધના સૂર ઉઠ્‌યા છે. આ મુદ્દે કોઈ ર્નિણય થાય તો તેના ઘેરા પ્રત્યાઘાત પડવાની સંભાવના હાલ દેખાઈ રહી છે. ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરવા માટે જાય છે.

ભારતમાં મેડિકલ કોલેજમાં એડમિસન લેવા NEETની પરીક્ષા પાસ કરવાની સાથે મેરિટમાં આવવું જરૂરી છે. જે વિદ્યાર્થીઓને ધોરણ ૧૨માં ઓછા માર્ક્‌સ હોય અથવા નીટ પાસ કરવામાં નિષ્ફળ રહ્યા હોય તેઓ તમામ યુક્રેન, ફિલીપાઈન્સ, રશિયા સહિતના જુદા-જુદા દેશોમાં મેડિકલનો અભ્યાસ કરવા જતા હોય છે. હાલ યુક્રેનમાં ભારતના અંદાજે ૨૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવાના છે.

પરંતુ યુક્રેનમાં યુદ્ધ શરૂ થતાં મોટાભાગના વિદ્યાર્થીઓ ભારત પરત આવી ગયા છે અથવા આગામી દિવસોમાં આવી જશે. યુક્રેનથી પાછા આવેલા વિદ્યાર્થીઓ જીવ બચી જતાં ઈશ્વરનો પાડ માની રહ્યા છે. તો બીજી બાજુ યુક્રેનમાં સ્થિતિ થાળે ના પડે અને મેડિકલના વિદ્યાર્થીઓને ત્યાં પાછા જવાની તક ના મળે તો તેમનો અભ્યાસ બગડી શકે છે.

આમ ના થયા તે માટે ઈન્ડિયન મેડિકલ અસોસિએશન દ્વારા નેશનલ મેડિકલ કમિશનને રજૂઆત કરવામાં આવી છે કે આ વિદ્યાર્થીઓને દેશની જુદી-જુદી મેડિકલ કોલેજાેમાં પ્રવેશ ફાળવી દેવો જાેઈએ. આ વિદ્યાર્થીઓનો અભ્યાસ અધૂરો રહી જશે તો તેમની કારકીર્દિ ખરાબ થશે.

કેટલાક વિદ્યાર્થીઓ પહેલા વર્ષમાં તો અનેક વિદ્યાર્થીઓ સ્મ્મ્જીમા છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. યુક્રેન હવે પાછું જવાશે કે કેમ તેની સામે લટકતી તલવાર છે એવામાં વિદ્યાર્થીઓના હિત અંગે વિચારીને તેમને સ્થાનિક મેડિકલ કોલેજાેમાં પ્રવેશ આપવાની કાર્યવાહી શરૂ કરવી જાેઈએ તેવી માગણી IMAએ કરી છે.

આ માગણી સામે ઉગ્ર વિરોધ શરૂ થયો છે. જુદા-જુદા રાજ્યોની મેડિકલ કોલેજાેમાં વિદ્યાર્થીઓએ મેરિટના બળે પ્રવેશ મેળવી લીધો છે. યુક્રેનના વિદ્યાર્થીઓ એવા છે જેમને જે-તે રાજ્યની મેડિકલ કોલેજમાં પ્રવેશ ના મળી શક્યો હોવાથી તેમણે અભ્યાસ માટે યુક્રેન પસંદ કર્યું હતું. હવે મેરિટ થકી પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સાથે તેમને પ્રવેશ ફાળવવામાં આવે તો અનેક પ્રકારની વિસંગતતાઓ અને અસમાનતા ઊભી થાય તેમ છે. સ્થાનિક મેડિકલ વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ પ્રકારની હિલચાલ સામે સખત વિરોધ નોંધાવ્યો છે.

જાેકે, NMC અને સરકાર દ્વારા આ મુદ્દે હજી કોઈ ર્નિણય લેવાયો નથી. હાલ તો માત્ર વિદ્યાર્થીઓને પાછા લાવવા પર જ ધ્યાન કેંદ્રિત કરવામાં આવ્યું છે.

સ્થાનિક અખબારના અહેવાલ પ્રમાણે, વાલીઓ અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે, યુક્રેનમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓના નામ મેરિટમાં નહોતા આવ્યા. સ્થાનિક કોલેજાેમાં પ્રવેશ મળે તો FMGEમાંથી મુક્તિ મળી જાય તે યોગ્ય નથી. સ્થાનિક વિદ્યાર્થીઓએ મેરિટમાં આવ્યા પછી પણ મેનેજમેન્ટ ક્વોટામાં ૧૫ લાખ અને ર્સ્વનિભરમાં ૭.૫થી ૮ લાખ રૂપિયા ફી ભરી છે.

યુક્રેનમાં ઓછી ફીમાં આ વિદ્યાર્થીઓ ભણતાં હતા અને હવે સ્થાનિક કોલેજાેમાં પ્રવેશ અપાય તો અનેક વિસંગતતા ઊભી થઈ શકે છે. મેડિકલ કોલેજમાં જગ્યા અને સ્ટાફ બંનેની ક્ષમતા મુજબ પ્રવેશ ફાળવી દેવાયો છે, જેથી હવે નવી વ્યવસ્થા શક્ય નથી.

પ્રવેશ અપાશે તો અનેક કોર્ટ કેસ અને કાનૂની જંગ પણ શરૂ થશે. ઈન્ટર્નશીપ કરવાની છૂટ આપવામાં આવે તો પણ FMGEમાંથી મુક્તિ ના આપવી જાેઈએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.