સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં અનેક ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો
ગાંધીનગર, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન આજે યોજાયુ હતું ત્યારે કેટલાક ગામોના મતદારોએ પક્ષ અને નેતાઓની નબળી કામગીરીને લઇ મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો છે. પોતાની માંગો પૂરી ન થતાં ભરૂચ, ભુજ છોટાઉદેપુર ગીરસોમનાથ અને બોરસદની ઘણી બેઠકો પર મતદારો મતદાન કરવા જ ગયા ન હતી.
આણંદના બોરસદ તાલુકાના ડભાસી ગામે ચૂંટણી મતદાન સામે બંડ પોકાર્યું હતું. ગ્રામજનોએ પોતાની જૂની માંગ અને છ ફેબ્રુઆરીએ કરેલ પોલીસ દમનને લઈ ચૂંટણી બહિષ્કાર જાહેર કર્યો હતો ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કેસર ગામના લોકોએ પ્રાથમિક સુવિધા ન મળતા ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાન પ્રક્રિયાથી અળગા રહેતા ભુજ તાલુકાનું અંદાજિત સાડા પાંચ હજાર વસ્તી ધરાવતા દેશલપુર ગામે ચૂંટણી બહિષ્કાર કર્યો છે.
અગાઉ વહીવટી તંત્ર દ્વારા ગામની મોટી જમીન એક ખાનગી ટ્રસ્ટને ફાળવી દેતાં તેના વીરોધમાં ચૂંટણી બહિષ્કારની બેનરો લગાવી જાહેરાત પણ કરવામાં આવી હતી. ગઈકાલે મોડી રાત સુધી સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા ભજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સહિતના મોવડી મંડળે ગ્રામજનોને મતદાન કરવા માટેની સમજાવવા બેઠક પણ કરી હતી, પરંતું ગામ લોકોએ કોઇ ખોટા વાયદાઓમાં ન આવી ચૂંટણી બહિષ્કાર કર્યો છે.
ભરૂચ અને ભુજ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી ઉંચાકલમ ગામે પણ પોતાની માંગો પુરી ન થતાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. કુંડી ઉંચાકલમ ગામાં અગિયાર વાગ્યા સુધી એક પણ મત પડ્યો નથી. ગ્રામ પંચાયતની માંગણી લઈને લઇ ચૂંટણી બહિષ્કાર કરતા ગ્રામજનોએ નેતાઓની કોઇ લાલસામાં આવ્યા વગર મતદાન મથકે નથી ગયા.
વલસાડના ઉમરગામ નારગોલ ખાતે મતદારો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરતા વહીવટી તંત્ર દોડતું થયું. અધિકારીઓએ મતદારોને મતદાન કરવા સમજાવ્યા બાદ મતદાન શરૂ થશે તેવી સંભાવના દેખાઈ રહી છે. ૧૨૦૦ જેટલા મતદારો છે સવારે ૭ વાગ્યાથી લઈ ૧૧.૩૦ સુધી એક પણ મત નથી પડ્યો.
જયારે ગીરસોમનાના એકમ ગામમાં વણકરસમાજ રોષમાં છે અને સમગ્ર સમાજ દ્વાતા બેનરો લગાડીને મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગીરસોમનાથના વેરાવળ તાલુકામાં નાવદ્રા ગામ આવેલું છે. આ ગામના વણકરવાસના રહેવાસીનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા તેમના રોડ રસ્તા, લાઇટ પાણીની સુવિધા આપવામાં આવતી નથી અને તેની અનેક વખત રજૂઆત કરવા છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.
મતદાન બહિષ્કાર કરનારા વણકર સમાજના ૬૦૦ મતદારો છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તેમની દરકાર લેવામાં આવી નથી. વણકર સમાજે બેનરો લગાડી અને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બપોર સુધી એક પણ મત નાખ્યો નથી ત્યારે તંત્ર માટે આ ઘટના શરમજનક છે કે, ગીરસોમના જ નહીં પરંતુ રાજ્યમાં અનેક ઠેકાણે આવા દૃશ્યો સામે આવ્યા છે
જ્યાં મતદાન બહિષ્કારની ઘટના ઘટી છે ત્યારે મતદાન બહિષ્કારના મુદ્દે સરકાર દ્વારા હજુ પણ સમય છે ત્યાં સુધીમાં નિવડો લાવવામાં આવે તો સાંજ સુધી આ મતદારોને લોકશાહીની પ્રક્રિયામાં જાેડી શકાય છે.