સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં વધાસ ગ્રામ પંચાયતના ત્રણ સભ્યોનુ રાજીનામું
(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) વિરપુર તાલુકાની વધાસ ગ્રામ પંચાયતના ત્રણ જેટલા સભ્યોએ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામુ આપી દેતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે
ત્યારે હવે વધાસ ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીના ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે અચાનક સભ્યો રાજીનામું ધરી દેતા તર્કવિતર્ક વહેતા થયા છે
ગ્રામ પંચાયત સરપંચ દ્રારા વિકાસના કામોમાં સભ્યોને ન પુછતા ત્રણ જેટલા સભ્યોએ રાજીનામા આપી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે વધાસ ગ્રામ પંચાયતની શનીવારના રોજ ગ્રામ સભા યોજાઈ હતી જેમાં ૧૪ મુ નાણાપંચ સહિત વિકાસના અને પાણીના કામોને લઈને ભારે વિવાદ સર્જાયો હતો
જેમાં ગ્રામ પંચાયતના ત્રણ સભ્યોએ પોતાના વોર્ડમાં વિકાસના કોમોને લઈને અનેક રજુઆતો તેમજ ઠરાવ કરાવ્યા હોવા છતાં કામો ન કરવામાં આવતા ત્રણ જેટલા સભ્યોએ રાજીનામુ રેવન્યુ તલાટી આપી દેતા તાલુકામાં ચકચાર મચયો છે.*