સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ૩૦૦ કરોડના વીજ બિલ બાકી
અમદાવાદ, ગુજરાતની બિલિંગ કંપનીઓ ૯૫ ટકાથી વધુ બિલિંગ રિકવરી કરતી હોવા છતાંય મહાનગર પાલિકાઓે, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો પાસેથી અંદાજે ૩૦૦ કરોડના બિલ વસૂલી શકતી જ નથી.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને વીજબિલિંગ માટે સરકારી કંપનીઓ દ્વારા નોટિસ પાઠવવામાં આવે એટલે તેઓ તરત જ કોર્ટનો આશરો લઇને પાવર કનેક્શન કપાતુ અટકાવી દે છે. પરિણામે વીજ કંપનીઓ બાકી બિલિંગના વપરાશના યુનિટ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોસમાં નાખી દેતી હોવાથી તે વીજવપરાશનો બોજ પણ આમજનતાના બિલમાં જાેડાઇ જાય છે.
આમજનતા તેને પરિણામે દરેકનો બોઝ વેંઢારી રહી છે. છેલ્લા પખવાડિયામાં જ જૂનાગઢની સંસ્થાને નોટીસ આપવામાં આવતી હતી તેનું અંદાજે ૭૬ લાખનું બિલ બાકી હોવાથી અપાયેલી નોટીસ સામે સ્ટે મેળવવા તેણે કોર્ટનો આશરો લઇ લીધો હતો.
આમ બિલ જમા કરાવવાનું વલણ નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોમાં જાેવા મળતુ નથી. તેઓ બિલ ન જમા કરાવતા હોવાથી વીજ કંપનીઓ બાકી લેણાની રકમ સામે વપરાયેલા યુનિટ્સ ટી એન્ડ ડી લોસમાં બતાવી દે છે.તેનો બોજ ગુજરાતના ૧.૨૦ કરોડ વીજ જાેડાણધારકોને માથે તેનો બોજ નાખી દેવામાં આવે છે. આમ બિલ ન ભરનારને પ્રોટેક્શન આપવામાં આવે છે.
બીજીતરફ બિલ ભરનારાઓને દંડવામાં આવી રહ્યા છે. કારણ કે જેમણે બિલ નથી ભર્યા તેને ટી એન્ડ ડી લોસમાં બતાવીને તેનો બોજ બિલ ભરનારાઓને માથે નાખી દેવામાં આવે છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં ટી એન્ડ ડી લોસ ગુજરાતમાં સૌથી વધુ છે. આ વિસ્તારમાં વીજ ચોરી પણ ખાસ્સી છે. એક સમયે તેને ટીએન્ડી લોસ ૨૯ ટકાનો છે. હવે તે ઘટીને ૨૧.૬ ટકાની આસપાસ આવી ગયો છે.
બીજીતરફ મધ્ય ગુજરાતમાં ટી એન્ડી લોસ ૧૧.૨ ટકાનો, દક્ષિણ ગુજરાતમાં ૧૦.૨ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૯.૬ ટકાનો ટી એન્ડ ડીલોસ છે. આ લોસ ૫ ટકાથી નીચે લાવવાની સૂચના વીજ કંપનીઓને વર્ષોથી આપવામાં આવી છે. પરંતુ તેઓ તેને માટે બહુ પ્રયાસો કરતા નથી. ખાનગી વીજ કંપનીઓ ટી એન્ડ ડી લોસ ૫ ટકા કે તેનાથી નીચે લાવવામાં સફળ થઇ છે.HS