સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં વહીવટી તંત્ર સજ્જ : ૧૦૮૦ મતદાન મથક પર ઈવીએમ બસ મારફતે પહોંચાડ્યા
અરવલ્લી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીલ્લા પંચાયત,૬ તાલુકા પંચાયત તેમજ મોડાસા અને બાયડ નગરપાલિકાની ચૂંટણીમાં વહીવટી તંત્રએ ઈવીએમ મશીન વિતરણ કરી એસટી બસ મારફતે જીલ્લાના ૧૦૮૦ મતદાન મથકોએ પહોંચાડવા તજવીજ હાથધરી હતી વહીવટી તંત્ર અને જીલ્લા પોલીસતંત્ર સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજવા માટે સજ્જ બન્યું હતું જીલ્લામાં આવેલ સંવેદનશીલ અને અતી સંવેદનશીલ બુથ મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે
રવિવારે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચૂંટણીતંત્રએ જીલ્લામાં આવેલા ૧૦૮૦ મતદાન મથક માટે EVM વિતરણ શરૂ કરાયું હતું જેમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ૨૧૯૨ EVM ફાળવવામાં આવ્યા હતા તેમજ મોડાસા અને બાયડ નગરપાલિકાની ચૂંટણી માટે 199 BU અને 101 CU EVM ફાળવવામાં આવ્યા હતા
તમામ ઈવીએમ મશીન અને મતદાન સામગ્રીની ફાળવણી કરવામાં આવી હતી અને એસટી બસ મારફતે ચુસ્ત પોલીસબંદોબસ્ત અને ચૂંટણી કર્મીઓ સાથે મોકલી આપવામાં આવ્યા હતા સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી કામગીરીમાં ૫૫૦૦ કર્મચારીઓ ફરજ બજાવશે જીલ્લામાં અને નગરપાલિકામાં સમાવિષ્ઠ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બુથ પર એસઆરપી જવાનો સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે