સ્નેપડિલ IPOના 1,250 કરોડ ફંડનો ઉપયોગ વેલ્યુ ઇ-કોમર્સ વૃદ્ધિને વેગ આપવા માટે કરશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/01/snapdeal_IPO-1024x566.jpg)
ફંડનો ઉપયોગ વ્યવસાયિક વિસ્તરણ અને ટેકનોલોજી માળખું વધારવા રોકાણ કરવા માટે થશે
ભારતનાં નાનાં શહેરો અને નગરોમાંથી કિંમત પ્રત્યે સભાન ગ્રાહકો ભારતીય ઇ-કોમર્સની વૃદ્ધિને વેગ આપશે. રેડસીઅરના વિશ્લેષણ મુજબ, “ભારત” (ભારતના 2+ શહેરો અને નગરોમાંથી મધ્યમ આવક ધરાવતા ગ્રાહકો,
જે ભારતની વસતીના 80 ટકાથી વધારે હિસ્સાને આવરી લે છે)માંથી ગ્રાહકોની સંખ્યા પાંચ વર્ષમાં ત્રણ ગણી થશે, જે વર્ષ 2021માં 78 મિલિયનથી વધીને આશરે વર્ષ 2026ની મધ્યમમાં 256 મિલિયન થશે.
દેશમાં નાણાકીય વર્ષ 2020માં આવકની દ્રષ્ટિએ સૌથી મોટી સંપૂર્ણપણે વેલ્યુ ઇકોમર્સ પ્લેટફોર્મ સ્નેપડિલ ભારત-કેન્દ્રિત વ્યૂહરચનાનો અમલ કરીને ‘ભારતના ગ્રાહકો’ની સંખ્યામાં આ વૃદ્ધિનો ઉપયોગ કરે છે, જેનો ઉદ્દેશ કિંમત પ્રત્યે સભાન ગ્રાહકોને સેવા આપવાનો છે.
કંપની એના વ્યવસાયને સતત વધારવાનો, એના યુઝરની સંખ્યા વધારવાનો, એના ટેકનોલોજી માળખાને અપગ્રેડ કરવાનો તથા એની વૃદ્ધિની વ્યૂહરચનાના અમલને જાળવવાનો ઇરાદો ધરાવે છે, જેમાં “પાવર બ્રાન્ડ્સ”નો પોર્ટફોલિયો બનાવવો, લોજિસ્ટિક્સ ક્ષમતાઓ વધારવા અને પાર્ટનર-સંચાલિત ઓમ્નિચેનલ વિતરણ શરૂ કરવાની બાબતો સામેલ છે.
આ માટે કંપનીએ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને 30,769,600 ઇક્વિટી શેરની વિક્રેતા શેરધારકોની વેચાણ માટેની ઓફર (આઇપીઓ) મારફતે રૂ. 1,250 કરોડ ઊભું કરવાની યોજના ધરાવે છે. કુલ ફ્રેશ ઇશ્યૂમાંથી ઓર્ગેનિક વૃદ્ધિની પહેલો માટે રૂ. 900 કરોડની રકમનો ઉપયોગ થશે.
રેડસીઅરના જણાવ્યા મુજબ, ભારતમાં ઓનલાઇન ગ્રાહકોની કુલ સંખ્યા નાણાકીય વર્ષ 2026 સુધીમાં 350 મિલિયનને આંબી જશે એવી ધારણા છે, જે નાણાકીય વર્ષ 2021માં 140થી 160 મિલિયન હતી. જોકે ગ્રાહકની કુલ સંખ્યાનું ‘મેચ્યોર’ સેગમેન્ટ લગભગ પરિપક્વ થઈ ગયું છે અને ‘વિકસતાં’ ગ્રાહકોનું સેગમેન્ટ વૃદ્ધિને આગળ વધારશે.
“ભારતના ગ્રાહકો” ગણાતો આ વિકસતાં ગ્રાહકોએ મુખ્યત્વે વર્ષ 2016માં જિયોની શરૂઆત પછી ખરીદી કરવાનું શરૂ કર્યું હતું તથા ત્યારબાદ સ્માર્ટફોન્સ અને મોબાઇલ ડેટાની સુલભતાના ખર્ચમાં ઘટાડો થયો છે. આ ગ્રાહકો મધ્યમ આવક ધરાવતા છે અને મોટા ભાગનાં ભારતના ટિઅર 2+ શહેરોમાં વસે છે. આ ગ્રાહકો તેમની વાજબીપણાની જરૂરિયાતો અનુસાર કિંમત પ્રત્યે સભાન છે.
સ્નેપડિલનો લક્ષ્યાંક મૂલ્ય મેળવવા ઇચ્છતાં, મધ્યમ-આવક ધરાવતા, કિંમત પ્રત્યે સભાન ગ્રાહકો છે અને એના 86 ટકાથી વધારે ઓર્ડર મેટ્રો સિટીની બહારથી મળે છે, જેમાં 72 ટકાથી વધારે ઓર્ડર ટિઅર2+ શહેરો અને નગરોનાં ગ્રાહકો પાસેથી મળે છે (30 સપ્ટેમ્બર, 2021ના અંતે પૂર્ણ થયેલા છ મહિના દરમિયાન મોકલવામાં આવતાં ઓર્ડરની સંખ્યાને આધારે), જે 1 મિલિયનથી ઓછી વસતી ધરાવે છે.
એને અનુરૂપ સ્નેપડિલ પર વેચાણ થતાં 95 ટકાથી વધારે ઉત્પાદનોની કિંમત રૂ. 1000થી ઓછી છે અને સ્નેપડિલનો 77 ટકાથી વધારે વ્યવસાય પુનરાવર્તિત ગ્રાહકો પાસેથી મળે છે. સ્નેપડિલનું 3PLsથી સંચાલિત એસેટ-લાઇટ લોજિસ્ટિક્સ નેટવર્ક્સ, ભારતના 96.65 ટકા પિનકોડને આવરી લે છે.કંપની 30 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂર્ણ થયેલા છ મહિના દરમિયાન 2,500થી વધારે શહેરોના ગ્રાહકોને સેવા આપતી હતી.
ગૂગલ પ્લે સ્ટોર પર 200 મિલિયનથી વધારે એપ ઇન્સ્ટોલેશન સાથે સ્નેપડિલ 31 ઓગસ્ટ, 2021 સુધી ભારતમાં ઇન્સ્ટોલ થયેલી કુલ એપની દ્રષ્ટિએ ટોપની ચાર ઓનલાઇન લાઇફસ્ટાઇલ શોપિંગ ડેસ્ટિનેશન પૈકીનું એક છે.
સ્નેપડિલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન-લર્નિંગ અલ્ગોરિધમ્સ અને અન્ય ડેટા સાયન્સ ટૂલ્સનો ઉપયોગ મોટા વોલ્યુમના ડેટાનું વિશ્લેષણ કરવા તથા અંગત અને સંશોધન-સંચાલિત ખરીદીનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે, જે યુઝર્સને તેમનો રસ હોય એવા ઉત્પાદનો શોધવા મદદ કરવા ડિઝાઇન કરેલા છે.
30 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂર્ણ થયેલા છ મહિનાના સમયગાળા દરમિયાન પ્લેટફોર્મ પર 60 ટકાથી વધારે ઓર્ડર સંશોધન દ્વારા અને સર્ચ ટર્મનો ઉપયોગ થયા વિના મળ્યાં હતાં. સ્નેપડિલ પર 90 ટકાથી વધારે ઓર્ડર મોબાઇલ ફોન્સ દ્વારા મળ્યાં છે (30 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂર્ણ થયેલા 6 મહિના મુજબ), જેમાં એના 73 ટકાથી વધારે ઓર્ડર એની એપ મારફતે મળ્યાં છે (30 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂર્ણ થયેલા 6 મહિના મુજબ).
જ્યારે છેલ્લાં બે ત્રિમાસિક ગાળામાં સ્નેપડિલના ડિલિવર થયેલા યુનિટમાં 86.3 ટકાનો વધારો થયો છે, ત્યારે નાણઆકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળઆથી નાણાકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિક ગાળા સુધીના સમાન ગાળામાં એનું નેટ મર્ચન્ડાઇઝ વેલ્યુ 82.48 ટકા વધ્યું હતું. ઊંચું માર્જિન ધરાવતી કેટેગરી પર ધ્યાન કેન્દ્રિત થવાથી અને ઓર્ડર પૂર્ણ કરવાના ઓછા ખર્ચને કારણે સ્નેપડિલ છેલ્લાં 3 ½ વર્ષથી ડિલિવર થયેલા યુનિટદીઠ માર્જિનમાં સાતત્યપૂર્ણ રીતે સકારાત્મક પ્રદાન કરે છે.
કંપનીના કેટલાંક મુખ્ય શેરધારકો છે – સોફ્ટબેંક, બ્લેકરોક, ટેમાસેક, ઇબે, ઇન્ટેલ કેપિટલ, નેક્સસ વેન્ચર પાર્ટનર્સ, ટાયબોર્ન, આરએનટી એસોસિએટ્સ, પ્રેમજી ઇન્વેસ્ટ, સીક્વોઇયા કેપિટલ.કંપનીના કુલ 71 શેરધારકોમાંથી ફક્ત 8 શેરધારકો તેમના શેરહિસ્સામાંથી નાનાં હિસ્સાનું વેચાણ કરવાની ઓફર કરી છે,
જે સંયુક્તપણે આઇપીઓના ભાગરૂપે કંપનીની પ્રી-ઓફર ઇક્વિટી શેર મૂડીનો 8 ટકાથી ઓછો હિસ્સો છે. કંપનીના સ્થાપકો કુનાલ બહલ, રોહિત કુમાર બંસલ આઇપીઓમાં તેમના હિસ્સાનું વેચાણ નહીં કરે, જેઓ સંયુક્તપણે કંપનીમાં 20.28 ટકા હિસ્સો ધરાવે છે.