સ્પર્ધાત્મક પરીક્ષામાં ફેક ડિગ્રી સર્ટિફિકેટનું મસમોટું કૌભાંડ
ગાંધીનગર, પેપર લીક કૌભાંડ બાદ હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે હવે ફેક સર્ટિફિકેટને લઈને મોટો ધડાકો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્પર્ધાત્મક પરીક્ષાના મુદ્દાને લઈને ગાંધીનગર ખાતે યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે સ્પર્ધાત્મક પરીક્ષામાં થતી ગેરરીતિ અને ફરજીવાડા અંગે અનેક ચોંકાવનારા આક્ષેપો કર્યા છે, તેમજ તમામ આધાર પુરાવાઓ પણ મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા.
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાની જે શૈક્ષણિક લાયકાત હોય છે જેમાં જે સ્પેસિફિક ડિગ્રીનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે તે સર્ટિફિકેટ્સ હાલ ફર્જી અને આર્થિક વગના જાેરે મળી રહ્યા છે. આ ઉપરાંત સેનેટરી ઈન્સ્પેક્ટર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ, પશુધન નિરીક્ષકમાં ફ્રોડ સર્ટીના આધારે ભરતી કૌભાંડનો યુવરાજસિંહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.SSS