Western Times News

Gujarati News

સ્પાઈડર મેનઃ નો વે હોમએ ૧૬૪.૯૨ કરોડની કમાણી કરી

મુંબઈ, સ્ટુડિયોની ‘સ્પાઈડર-મેનઃ નો વે હોમ’ ભારતમાં ૧૬ ડિસેમ્બરે રિલીઝ થઈ હતી, જ્યારે આ ફિલ્મ ૧૭ ડિસેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થઈ હતી. તો, આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. હોલીવુડ ફિલ્મ ‘સ્પાઈડર મેનઃ નો વે હોમ ભારતમાં પહેલા દિવસથી રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે.

ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્‌વીટ કરીને ફિલ્મની પહેલા દિવસની કમાણી વિશે માહિતી આપી છે. આ ફિલ્મ અત્યાર સુધીમાં ભારતીય બોક્સ ઓફિસ પર કુલ ૧૬૪.૯૨ કરોડની કમાણી કરવામાં સફળ રહી છે અને આશા છે કે, ટૂંક સમયમાં જ આ ફિલ્મ ૨૦૦ કરોડમાં સામેલ થઈ જશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મે ભારતમાં હોલિવૂડ રિલીઝના ઈતિહાસમાં અત્યાર સુધીની બીજી સૌથી વધુ ઓપનિંગ ફિલ્મ બનીને પણ પોતાનું નામ બનાવ્યું છે.

અમે તમને જણાવી દઈએ કે, ‘સ્પાઈડર-મેનઃ નો વે હોમ’ ભારતમાં ૩૨૬૪ સ્ક્રીન્સમાં રિલીઝ થનારી કોઈપણ હોલીવુડ ફિલ્મ માટે અત્યાર સુધીની સૌથી વધુ રિલીઝ છે. નોંધપાત્ર વાત એ છે કે, હોલીવુડની ફિલ્મ ‘સ્પાઈડર મેનઃ નો વે હોમ’ તેની રિલીઝ પહેલા જ ધૂમ મચાવવામાં સફળ સાબિત થઈ હતી.

આ ફિલ્મનું ઘણું એડવાન્સ બુકિંગ હતું, જેના કારણે અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ ધમાલ મચાવશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં ટોમ હોલેન્ડ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં, મલ્ટી બ્રહ્માંડ વિશે બતાવવામાં આવ્યું હતું, જેમાં તમામ ટાઈમ ઝોનના વિલન એક જગ્યાએ એક સાથે આવે છે. આ ફિલ્મ હિન્દી-અંગ્રેજી ઉપરાંત ભારતમાં તમિલ-તેલુગુમાં પણ રિલીઝ થઈ છે. કોરોના મહામારીની બીજી લહેર બાદ હવે ભારતમાં સિનેમાઘરોમાં ફિલ્મો સતત રિલીઝ થઈ રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.