સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતા શખ્સ સામે પાસા
રાજકોટ: રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ એ ફરી એક વખત સાબિત કરી બતાવ્યું છે કે તેઓ રાજકોટ શહેરમાં કોઈ પણ પ્રકાર ની બદી ને ફેલાવવા નહિ દે. રાજકોટ શહેર પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ સ્પાના સંચાલક વિરુદ્ધ પાસાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા સની ભોજાણી નામના શખ્સ વિરુદ્ધ પાસાની કલમ હેઠળ કાર્યવાહી કરી તેને વડોદરા જેલ ખાતે મોકલી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સ્પાની આડમાં કુટણખાનું ચલાવનરા સની ભોજાણી વિરૂદ્ધ પાસાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ હસમુખ ધાંધલીયા ની ટીમને બાતમી મળી હતી કે શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ સ્પાની આડમાં કુટણખાનું ચાલે છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્પાના સ્થળે તપાસ હાથ ધરતા ગોરખધંધા થતું હોવાનું સામે આવ્યું હતું જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંચાલક સની ભોજાણી ધરપકડ કરી હતી.
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે સની ભોજાણી તેમાં સ્પા કે જે યુનિવર્સિટી રોડ પર આવેલું છે ત્યાં બહારની સ્ત્રીઓને રાખી વેશ્યાવૃત્તિ માટે ગ્રાહકો પાસેથી પૈસા લઈ કમિશન મેળવી વેશ્યાવૃત્તિ ની પ્રવૃત્તિ કરી ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવી કમાણી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. સંચાલક સની ભોજાણી ગ્રાહકો પાસે વધુ રૂપિયા વસૂલ કરી સ્ત્રીઓ સાથે શરીર સંબંધ બંધાવી વેશ્યાવૃત્તિ ચલાવી સ્ત્રીઓને ઓછા રૂપિયા આપી પોતે વધુ રૂપિયા રાખી લોહીના વેપાર દ્વારા કમાણી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.