સ્પાની આડમાં વિદેશી યુવતીઓ લાવી થતો હતો, દેહવ્યાપારઃ સંચાલક વોન્ટેડ

પ્રતિકાત્મક
વડોદરા, વડોદરાના વાસણા સ્મશાનગૃહની સામે આવેલા કેમરી સ્પા પર પોલીસે દરોડો પાડીને દેહવ્યાપારનો ધંધો ધમધમતો હોવાનો ઘટ્સફોટ કર્યાે છે. સ્પાની આડમાં વિદેશી યુવતીઓ લાવીને દેહવ્યાપારનો ધંધા કરનાર સંચાલક સહિત તક્રણ વ્યક્તિઓની સામે પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે.
સંચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે મેનેજર અને ગ્રાહકની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન મળી આવેલી થાઈલેન્ડની એક સહિત બે યુવતીઓને મુક્ત કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વાસણા રોડ પર આવેલા વાસણા સ્મશાન ગૃહ પાસે અર્બન વન કોમ્પ્લેક્ષમાં કેપરી સ્પાની આડમાં વિદેશી યુવતીઓને લાવી ગોરખધંધા ચાલી રહ્યા હોવાની આ વિગતનો પગલે પી.આઈ.એન.ડી.સોલંકી અને સ્ટાફે વોચ રાખી હતી.
સ્પામાં ૧૨૦૦થી ૧૫૦૦ રૂપિયા એન્ટ્રી ફી અને ત્યારબાદ ગ્રાહકો પાસેથી યુવતીઓ ૨૫૦૦થી ૩૦૦૦ રૂપિયા પડાવી લેવામાં આવતા હોવાની વિગતોને પગલે પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો. પોલીસે ડમી ગ્રાહક મોકલી છટકુ ગોઠવતા સ્પાની આડમાં ચાલતા દેહવિક્રયનો પર્દાફાશ થયો હતો.
પોલીસે થાઈલેન્ડથી આવેલી એક યુવતી અને એક ભારતીય યુવતીને છોડાવી હતી. પોલીસે સ્પાના મેનેજર મેહુલ યોગેશભાઈ પરમાર (વિહારીકા સોસાયટી હરીનગર બ્રિજ પાસે, ગોત્રી) અને ગ્રાહક સચિન વિષ્ણુભાઈ જાેશી (સંતોષનગર, વુડાના મકાન, જુના પાદરા રોડ)ને ઝડપી પાડી સંચાલક ધવલ જગદીશભાઈ રાજપુત (સરદાર ભુવનનો ખાંચો, કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે)ને વોન્ટેડ જાહેર કર્યાે છે. પોલીસે એક થાઈલેન્ડની યુવતી અને ભારતીય યુવતીને મુક્ત કરાવી હતી.