Western Times News

Gujarati News

સ્પીડ લીમીટના જાહેરનામાનો આજથી જ અમલ

Files Photo

સ્પીડ લીમીટના જાહેરનામાનો સવારથી જ અમલ શરૂ કરી વિશાલા સર્કલ પાસે શરૂ કરાયેલી કાર્યવાહી

 

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધુને વધુ ઘેરી બનતી જાય છે ગેરકાયદેસર બાંધકામોના કારણે પા‹કગની જગ્યા નહી મળતા નાગરિકો રસ્તા પર જ તથા ફુટપાથો પર વાહનો પાર્ક કરી રહયા છે જેના પરિણામે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હોય છે. ટ્રાફિક સમસ્યા હળવી કરવા હાલમાં માત્ર વાહન ચાલકો સામે જ કાર્યવાહી કરવામાં આવી રહી હોય

તેવુ ચિત્ર ઉપસી રહયું છે ત્યારે બીજીબાજુ હવે શહેરમાં ટ્રાફિક સમસ્યાની સાથે સાથે અકસ્માતોને અટકાવવા માટે પણ પોલીસતંત્ર એલર્ટ બન્યુ છે અને વાહનોની સ્પીડ લીમીટ નકકી કરતુ જાહેરનામું શહેર પોલીસતંત્ર દ્વારા ગઈકાલે જાહેર કરવામાં આવ્યુ છે અને આ જાહેરનામાનો અમલ આજથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે.

શહેરના વિશાલા સર્કલ પાસે ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેના પગલે સવારથી જ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે ટ્રાફિક પોલીસના જવાનો પહોંચી ગયા છે અને જાહેરનામાનો ભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરનો વ્યાપ વધવા લાગ્યો છે આ ઉપરાંત વાહનોની સંખ્યા પણ વધવા લાગતા શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં દિવસ દરમિયાન ટ્રાફિકજામના દ્રશ્યો જાવા મળતા હોય છે

આ ઉપરાંત શહેરમાં ફુલ સ્પીડે ચાલતા વાહનોના કારણે અકસ્માતોની સંખ્યા પણ વધવા લાગી છે. શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોલીસ તંત્ર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરાયા છે અને ઠેરઠેર તેનો અમલ શરૂ કરી દેવાયો છે ખાસ કરીને ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઈ-મેમો મોકલવામાં આવી રહયો છે.

જાકે બીજીબાજુ શહેરના નાગરિકો માટે વાહન પા‹કગની અપૂરતી જગ્યાના કારણે આ સમસ્યા સર્જાઈ રહી છે. શહેરમાંથી પસાર થતાં ભારે વાહનો પર દિવસ દરમિયાન રોક લગાવી દેવામાં આવી છે તેમ છતાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહયો છે.

શહેરમાં ટ્રાફિક નિયમન અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે શહેર પોલીસ કમિશ્નર દ્વારા વાહનોની સ્પીડ લીમીટ નકકી કરતું એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે અને તેનો તાત્કાલિક અમલ પણ શરૂ કરી દેવાયો છે. અમદાવાદ શહેરમાં ભારે અને મધ્યમ વાહનો માટે ૪૦ કિ.મી., કાર માટે ૬૦ કિ.મી., રીક્ષાઓ માટે ૪૦ કી.મી., અને દ્વિચક્રીય વાહનો માટે પ૦ કિ.મી. ની સ્પીડ નકકી કરવામાં આવી છે.

આ ઉપરાંત જાહેરનામામાં કેટલાક અન્ય નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે શહેર પોલીસ કમિશ્નર એ.કે. સિંગે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છે કે અકસ્માત ઘટાડવા તથા ઝડપથી વાહન ચલાવવાથી થતાં નુકસાન અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે માર્ગ સલામતીના સ્તરમાં સુધારા કરવામાં આવી રહયા છે અને તેથી જ આ સ્પીડ લીમીટ નકકી કરવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમતના વિસ્તારમાં આ નિયમ આજ સવારથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ જાહેરનામા પર વાંધા સુચનો પણ મંગાવવામાં આવ્યા છે જાહેરનામામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે તેનો અમલ આજથી જ શરૂ કરી દેવામાં આવનાર છે.

પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામાનો અમલ શહેરભરમાં સવારથી જ શરૂ કરી દેવાતા ટ્રાફિક પોલીસ એલર્ટ થઈ ગઈ છે આજે પ્રથમ દિવસે અમદાવાદ શહેરમાં પ્રવેશતા વિશાલા સર્કલ પાસે ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો પર આ ડ્રાઈવ કરવામાં આવનાર છે

આજે સવારથી જ વિશાલા સર્કલ પાસે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ટ્રાફિક પોલીસ સાથે પહોચી ગયા હતા અને સ્પીડ ગન સાથે વાહનોની ગતિ માપવામાં આવતી હતી આ ઝુંબેશ દરમિયાન આજે પ્રથમ દિવસે જ કેટલાક વાહન ચાલકોને ગતિ મર્યાદા અંગે સમજણ આપવામાં આવી રહી હતી જયારે કેટલાક વાહન ચાલકો પાસેથી દંડ પણ વસુલ કરવામાં આવી રહયો હતો.

પોલીસ કમિશનરના જાહેરનામાના ત્વરીત અમલના કારણે અજાણ્યા કેટલાક વાહન ચાલકો નિયમોનો ભંગ કરતા જાવા મળતા હતાં શહેરના વિશાલા સર્કલ પાસે શરૂ કરવામાં આવેલી ડ્રાઈવ બાદ રોજે રોજ શહેરના અન્ય વિસ્તારોમાં પણ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.