સ્પીપા ખાતે IAS દ્રિતિય ચરણના પ્રોફેશનલ કોર્સનો વર્કશોપ યોજાયો
દેશમાં સૌ પ્રથમ વાર લબાસના, મસૂરી અને સ્પીપા, અમદાવાદ દ્વારા IAS દ્રિતિય ચરણના પ્રોફેશનલ કોર્સના એક દિવસનો ટ્રેનિંગ નીડસ એનાલીસીસ વર્કશોપ યોજાયો
વડાપ્રધાનશ્રીના મિશન કર્મયોગી અન્વયે વહીવટી સુધારણાના ભાગરૂપે આઇ.એ.એસ. અધિકારીઓ વધુ લોકાભિમુખ બને તે પ્રકારની તાલીમ વ્યવસ્થા ઉભી કરવા માટે ભારત સરકારની લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી (લબાસના), મસૂરી અને સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા),
અમદાવાદના સંયુકત ઉપક્રમે સ્પીપા ખાતે આઇ.એ.એસ. દ્રિતિય ચરણના પ્રોફેશનલ કોર્સના એક દિવસનો ટ્રેનીંગ નીડસ એનાલીસીસ માટેના વર્કશોપનું સ્પીપા અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં આઇ.એ.એસ. દ્રિતિય ચરણના પ્રોફેશનલ કોર્સના ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેડરના તાલીમાર્થીઓએ ભાગ લીઘો હતો. જેમાં લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી (લબાસના), મસૂરીના ડાયરેકટરશ્રી કે.શ્રીનિવાસ સક્રિય ભાગ લઇ માર્ગદર્શન આપ્યુ હતું.
સ્પીપાના મહાનિર્દેશકશ્રી આર.સી.મીના દ્વારા ગુજરાત કેડરના ડિસ્ટ્રીકટ ટ્રેનીંગ નીડ બાબતે કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવેલ હતું. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વહીવટી તાલીમ સંસ્થાના વડાઓએ પણ ઓનલાઇન ભાગ લીધો હતો અને રાજ્યનું તાલીમ વ્યવસ્થા અગેનું પ્રેઝન્ટેશન કરીને વિસ્તૃત માહિતી આપી હતી.
લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી (લબાસના), મસૂરીના ડાયરેક્ટર શ્રી કે.નિવાસે જણાવ્યુ હતું કે, આ પ્રકારનો વર્કશોપ આખા દેશમાં પ્રથમ વખત લબાસના, મસૂરી અને સ્પીપા, અમદાવાદ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રકારના રિજીયોનલ વર્કશોપ અન્ય રાજ્યોમાં કરવામાં પણ કરવામાં આવશે અને તેના આધારે આઇ.એ.એસ. પ્રોફેશનલ કોર્સની તાલીમમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે.