સ્પુતનિક વી રસી ભારતમાં ૯૯૫ રૂપિયામાં મળશે
હૈદરાબાદ: ડૉ. રેડ્ડીની લેબોરેટરીઝે અહેવાલ આપ્યો છે કે ભારતમાં રશિયાની કોરોના વેકસીન સ્પુતનિક વીની કિંમત ૯૪૮ સાથે ૫ ટકા જીએસટી (૯૯૫.૪૦ રૂપિયા) રાખવામાં આવી છે.વધુ ડોઝ મહિનાના અંતમાં આવે તેવી સંભાવના કંપનીએ જણાવ્યું હતું કે ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝના કસ્ટમ ફાર્મા સર્વિસીસના ગ્લોબલ હેડ દિપક સપ્રાને હૈદરાબાદમાં રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝે બીએસઈ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ‘રસીના આયાત ડોઝની કિંમત હાલમાં રૂપિયા ૯૪૮ ૫ ટકા જીએસટી રાખવામાં આવી છે. જ્યારે સ્થાનિક સપ્લાય શરૂ થશે ત્યારે ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. આગામી મહિનાઓમાં વધુ ડોઝ આવવાની સંભાવના છે.
મળતી માહિતી મુજબ, જૂન સુધીમાં ભારતને રસીનાં ૫ મિલિયન ડોઝ મળવાની સંભાવના છે. રિપોર્ટ્સ અનુસાર, રસીના આશરે ૧,૫૦,૦૦૦ થી ૨,૦૦,૦૦૦ ડોઝ મેની શરૂઆતમાં અને મેના અંત સુધીમાં ૩૦ મિલિયનથી વધુ ડોઝ મોકલવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે, તે ભારતમાં તેના છ ઉત્પાદક ભાગીદારો સાથે બારીકાઈથી કરી રહી છે,જેથી સરળ અને સમયસર સપ્લાયની ખાતરી કરવા માટે નિયમનકારી આવશ્યકતાઓ પૂરી કરી શકાય.