સ્પેક,એન્જીન્યરીંગ અને સિસ્ટમ લેવલ સોલ્યૂશન્સ વચ્ચે MoU થયા
વિદ્યાર્થીઓને ટ્રેઇનિંગ, ટેકનિકલ સેમિનાર, પ્રોજેક્ટ અને શ્રેષ્ઠ પ્લેસમેન્ટ મળી રહે તે માટે તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને સિસ્ટમ લેવલ સોલ્યૂશન્સ પ્રા.લિ, વિઠ્ઠલ ઉદ્યોગનગર, આણંદ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. સિસ્ટમ લેવલ સોલ્યૂશન્સ જુદા જુદા પ્રકારના રિચર્સ, ડિઝાઇન, ડેવલપમેન્ટ અને મેનુફેકચરીંગ ક્ષેત્રે કાર્યરત છે.
આ એમ.ઓ.યુ.નો મુખ્ય હેતુ વિધાર્થીઓને ટેક્નિકલ એજયુકેશન, ઈન્ડિસ્ટ્રીઅલ વિઝીટ, એક્સપર્ટ લેક્ચર અને ટેક્નોલોજિકલ પ્રોજેક્ટમાં માર્ગદર્શન મળી રહે અને ફેકલ્ટીઓને પણ નવી ટેક્નોલોજી અને મેથડોલૉજીની સાથે ટેક્નિકલ જ્ઞાન મળી રહે તે હતો. સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ તરફથી એમ.ઓ.યુ.ના પ્રતિનિધિ સેક્રેટરી શ્રી. શીતલ પટેલ અને સિસ્ટમ લેવલ સોલ્યૂશન્સ પ્રા.લિ.ના ટેલેન્ટ એકવીઝીશન આસિસ્ટન્ટ શ્રી તિલક બ્રહ્મભટ્ટ વચ્ચે સમજૂતી કરાર થયા હતા. આ કાર્યને સફળ બનાવવા માટે એમ.ઓ.યુ સંયોજક પ્રૉ .મિહિર રાજ્યગુરુ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
વિદ્યાર્થીઓ માટે એમ.ઓ.યુ.ને સફળ બનાવવા માટે સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શિતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ , ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ, ભાવિન પટેલ અને એન્જીનિયરીંગના આચાર્ય ડૉ.(પ્રો) પૌલોમી વ્યાસ દ્વારા સૌને અભિનંદન પાઠવવામા આવ્યા હતા .