સ્પેક એજ્યુકેશન કેમ્પસ દ્વારા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ભવ્ય ઉજવણી કરાઈ
અમદાવાદ, તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ભવ્ય ઉજવણી “યોગા ફોર હ્યુમીનીટી“ થીમ આધારિત કરવામાં આવી હતી. વિશ્વ યોગ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવી શકાય અને યોગા-આસનો પ્રત્યે લોકોને પ્રોત્સાહિત કરી શકાય.
આ ઉજવણીના ભાગ રૂપે આ કાર્યક્રમમાં સંસ્થાના સેક્રેટરી ી શીતલ પટેલ સાહેબ, ભગીની સંસ્થાના આચાર્યીઓ તેમજ તમામ શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક કર્મચારી ગણે કેમ્પસના પ્રાંગણમાં ખુબ જ ઉત્સાહપૂર્વક યોગક્રિયામાં ભાગ લીધો. તથા આ યોગક્રિયા કરાવવા માટે યોગ એક્ષપર્ટ તરીકે કામીનાબેન પટેલ (પતંજલિ યોગ સમિતિ,આણંદ) દ્વારા યોગની ક્રિયા સાથે સ્વાસ્થ્યને સુદ્રઢ બનાવવા યોગનું શું મહત્વ છે
તેનું ખુબજ સુંદર રીતે યોગાસન મારફતે ઉપરાંત વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી શીતલ પટેલ દ્વારા તમામ પંતજલિ યોગા સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કેમ્પસના વિદ્યાર્થીઓને સરદાર પટેલ યુનિવર્સીટીનુ પ્રતિનિધિત્વ કયું હતું
અને ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સીટી ભુવનેશ્વર મુકામે યોગ સ્પર્ધામાં પસંદ થવા બદલ સર્ટીફીકેટ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમનુ સંચાલન સંસ્થાના ફીઝીકલ ઇન્સ્ટ્રકટર પરેશ યાદવ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન ગિરીશ પટેલ સર, સેક્રેટરી શિતલ પટેલ સર તેમજ ટ્રસ્ટીીઓ જૈમિન પટેલ સર, ધર્મેશ પટેલ સર, વિકાસ પટેલ સર, બ્રિજેશ પટેલ સર અને ભાવિન પટેલ સર દ્વારા તમામ કર્મચારીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.