સ્પેક’ એન્જીનીયરીંગ દ્વારા “Java Technology” પર સેમિનારનું આયોજન
તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી તથા કમ્પ્યુટર એન્જીનીયરીંગ વિભાગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે “Java Technology” પર એક દિવસીય સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે TOPS Technology અમદાવાદથી શ્રી. સુનિત ઝા ને નિમંત્રીત કરવામાં આવ્યા હતા. આ સેમિનાર નો હેતુ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક અને ઔદ્યોગિક પ્રોગ્રામિંગની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવાનો હતો જે તેમના આવનારા વર્ષોમાં વ્યવસાયિક અર્થે મદદરૂપ નીવડશે.