સ્પેક, એન્જીનીયરીંગમાં ઈસરો દ્વારા “સ્પેસ ઓન વ્હિલ “નું આયોજન
તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ દ્વારા ઈસરોના સહયોગથી “સ્પેસ ઓન વ્હિલ ” તથા સેટેલાઇટ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું હતું . આ પ્રોગ્રમમાં મુખ્ય અતિથિ તરીકે મિ. એન. જે. ભટ્ટ કે જેઓ ઈસરોના હેડ (વી.એસ.એસ.ઈ ) તરીકે ફરજ બજાવે છે,
તેઓએ અને તેમની ટિમ દ્વારા કમ્પ્યુટર , આઈ. ટી તેમજ ઇલેક્ટ્રિકલ , મિકેનિકલ અને સિવિલ વિભાગ ના વિધાર્થીઓ માટે એક્સપર્ટ ટૉકનું આયોજન કર્યું હતું તથા સ્પેક કેમ્પસ માટે વિવિધ સેટેલાઇટ અને “સ્પેસ ઓન વ્હિલ” એક્ઝિબિશન ખુલ્લું મૂક્યું હતું . આ એક્ઝિબિશન નો લાભ કેમ્પસ સ્થિત વિવિધ કોલેજોના વિધાર્થીઓએ તથા સમગ્ર સ્ટાફ ગણે ભાગ લીધો હતો.
આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ વિધાર્થીઓને સ્પેસ સલંગ્ન રિચર્સ તથા નવા અદ્યતન સેટેલાઇટની કામગીરીનું મહત્વ સમજાવવાનું હતું .
આ ઉપરોક્ત કાર્યક્રમની સફળતા માટે સંસ્થાનાં ચેરમેન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ,ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ, ભાવિન પટેલ તેમજ સ્પેક, એન્જીનિયરીંગના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. (પ્રો) પૌલોમી વ્યાસે સૌને અભિનંદન પાઠવ્યા હતા