સ્પેક કેમ્પસ અને નોલેજ ગ્રૂપ નડિયાદના સંયુક્ત ઉપક્રમે “જોબ ફેર”નું આયોજન કરાયું.
તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેંટ સેલ દ્વારા નોલેજ ગ્રુપ નડિયાદના સંયુક્ત ઉપક્રમે જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ જોબ ફેરમાં સ્પેક કેમ્પસના બી.એડ,બી.સી.એ, બી.બી.એ, બી.કોમ, બી.એસ.સી, એંજિનયરિંગ તથા ફાર્મસી વિભાગના બસો કરતા વધારે વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ જોબ ફેર .જે.ઇ.ઇ એક્સપર્ટ , ટીચર, ટ્યૂટર,એડમીન હેડ, ડીટીપી ઓપેરેટર્સ અને એચ.આર એન્ડ માર્કેટિંગ જેવી વિવિધ પોસ્ટ માટે યોજાયો હતો અને સૌ વિધાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે કેમ્પસના સેક્રેટરી શ્રી શીતલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ જોબ ફેરનો મુખ્ય હેતુ વિધાર્થીઓને જોબ માટેનું યોગ્ય પ્લેટફોર્મ મળી રહે અને તેમના ક્ષેત્રમાં આગળ વધી યોગ્ય કારકિર્દી બનાવી શકે તે હતો . આ પ્રોગામને સફળ બનાવવા માટે કેમ્પસ સ્થિત વિવિધ કોલેજોના પ્લેસમેન્ટ સંયોજકોએ મહત્વનું યોગદાન આપ્યું હતું .
આ ઉપરોક્ત પ્લેસમેંટની સફળતા માટે સંસ્થાનાં ચેરમેન શ્રી ગિરીશ પટેલ,સેક્રેટરી શ્રી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જેમિન પટેલ,ધર્મેશ પટેલ, વિકાસ પટેલ,બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ દ્વારા સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા..