સ્પેક-કેમ્પસ પ્લેસમેંટ સેલ દ્વારા વર્કશોપ યોજવામાં આવ્યો
તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ ટ્રેનીંગ એન્ડ પ્લેસમેંટ ના સેલ દ્વારા વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્કશોપ એંપ્લોયાબિલિટી સ્કિલ પ્રોગ્રામ ને ધ્યાનમાં રાખી યોજવામાં આવ્યો હતો.આ પ્રોગ્રામ માં સ્પેક- કેમ્પસ ના તમામ વિધ્યાર્થીયોએ ભાગ લીધો હતો.
આ વર્કશોપ 12 દિવસનો હતો.આ વર્કશોપ માં વિધ્યાર્થીયો ને ભવિષ્ય ની નોકરીની તક મેળવવા માટે નું જ્ઞાન આપવામાં આવ્યું હતું. ઇન્ટરવ્યૂ ના એટિકેટ્સ તથા ઇન્ટરવ્યૂનો સામનો કેવી રીતે કરાઇ એના વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ વર્કશોપ સ્પેક-કેમ્પસ ના પ્લેસમેંટ સેલ હેડ પ્રોફ.સેલવી મેકવીન ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.
આ ઉપરોક્ત વર્કશોપ ની સફળતા માટે સંસ્થાનાં ચેરમેન શ્રી ગિરીશ પટેલ,સેક્રેટરી શ્રી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જેમિન પટેલ,ધર્મેશ પટેલ, વિકાસ પટેલ,બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ તેમજ સ્પેક-એમબીએ ના ડાયરેક્ટર ડો.વિશાલ પાટીદાર દ્વારા સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.