સ્પેક ,કેમ્પસ બાકરોલમાં ” વિન્ટર યોગા કેમ્પનું ” આયોજન.
તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં શિયાળાની ગુલાબી ઠંડીમાં કેમ્પસના તમામ ફેકલ્ટીઓ માટે ” વિન્ટર: સ્પેક પરિવાર યોગા કેમ્પ ” નું આયોજન કરવામાં આવેલ છે જેમાં કેમ્પસના તમામ કોલેજના શૈક્ષણિક સ્ટાફ તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટે દર શનિવારે સવારે યોગા , પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયા કરવા માટે બધાજ ઉત્સાહ પૂર્વક ભાગ લેછે તથા પોતાના જીવનમાં સ્વાસ્થ્ય અંગેની માહિતી પ્રાપ્ત કરે છે. આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના શારીરિક શિક્ષણ નિયામક શ્રી પરેશ યાદવના માર્ગદર્શન હેઠણ કરવામાં આવે છે અને તેને સફળ બનાવવા માટે તેઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
ઉપરોક્ત કાર્યક્રમ માટે તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન શ્રી ગીરીશભાઈ પટેલ સર , સેક્રેટરી શ્રી શીતલભાઈ પટેલ સર તથા વિવિધ ભગિની સંસ્થાઓના આચાર્યશ્રીઓએ આ પ્રવુતિઓમાં ભાગ લેવા માટે સૌને અનુરોધ કર્યો છે અને ઉત્સાહ પૂરો પાડી રહ્યા છે.