સ્પેક, ફાર્મસી દ્વારા “માસ્ક વિતરણ અને સ્વચ્છતા અભિયાન” યોજાયું

અમદાવાદ, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ ઍજ્યુકેશન કૅમ્પસ (સ્પેક) ખાતે સરદાર પટેલ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા વડતાલ ધામમાં રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.) સેલના બેનર હેઠળ માસ્ક વિતરણ તથા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.
વડતાલ ધામમાં વિવિધ દુકાનદારો, ફળ અને શાકભાજીના વિક્રેતાઓ તથા આસપાસના શેરીઓના લોકોને માસ્કનું વિતરણ કરીને માનવતાનું ઉમદા કાર્ય કર્યું હતું.
એન.એસ.એસ. ના સંયોજકો દ્વારા રોગચાળાની પરિસ્થિતિમાં કોવિડ સામે લડવામાં લોકોને કોરોના રોગ સામે લડવા તથા વિવિધ સાવચેતી માટે કાઉન્સિલિંગ પણ કર્યું હતું. એન.એસ.એસ. ના સંયોજકો દ્વારા વડતાલ ધામ નજીકનું ગોમતી તળાવની આજુબાજુ સફાઈ કરીને સ્વચ્છતા અભિયાન પણ કર્યું હતું.
આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શિતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ દ્વારા તથા આચાર્યશ્રી ડૉ. કિશોર કે. ધોલવાણી દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.