સ્પેનના સવીલમાં નારંગીથી વીજળી ઉત્પન્ન થાય છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Electricity.jpg)
Files Photo
સ્પેન: સ્પેનના સવીલ શહેર આંતરરાષ્ટ્રીય સ્તર પર નારંગીના ઉત્પાદન માટે જાણીતું છે. ગુણવત્તાપૂર્વક નારંગીના કારણે માર્માલેડ, કોન્ટ્રિયુ અને ગ્રાન્ડ મરીનર જેવા ડ્રિક્સ બને છે. આ નારંગી તાજી,સુગંધીદાર અને ખૂબ એસિડિક ફ્લેવર હોય છે. પરંતુ માત્ર આટલું જ કામ નથી કરતા આ નારગીનો ઉપયોગ હવે વીજળી બનાવવામાં કરવામાં આવી રહ્યો છે.
સવીલ શહેરની મ્યુનુસિપલ વોટર કંપની ઈદ્બટ્ઠજીજટ્ઠ એ થોડા દિવસ પહેલા પ્રસ્તાવ મુક્યો કે, જે નારંગીઓ ખરાબ થઈ જાય છે તેમાંથી વીજળીનું ઉત્પાદન થઈ શકે છે. પહેલા તો લોકોને સમજ પડી નહીં પરંતુ બાદમાં કંપનીએ જણાવ્યું કે અમે ખરાબ અને કડવી નારંગીનું જ્યૂશ નિકાળી લઈશું ત્યાર બાહ બચેલા ભાગનું કમ્પોસ્ટ ખાતર બનાવીશું જેનો ઉપયોગ ખેતરોમાં કરી શકાશે. શહેરામાં પડેલી ૩૫ ટન ખરાબ નારંગીનો આ પ્રયોગમાં ઉપયોગ થશે. જે જ્યૂસ નિકાળવામાં આવશે તેનાથી મોકલવામાં આવશે.
તે નારંગીના જ્યૂસમાંથી જૈવીક ઈંધણ બનાવશે અને આ જૈવીક ઈંધણમાંથી વીજળી ઉત્પન થશે. હવે સવીલનાં પ્રસાસનને આ માટે ૨.૫૦ લાખ યૂરો એટલે ૨૨.૧૨ લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. સ્પેને વર્ષ ૨૦૧૮માં આ યોજના બનાવી હતી. ૨૦૫૦ સુધી આખા દેશની વીજળી ઉત્પાદનને રીન્યુએબલ એનર્જીમાં બદલી દેશે. આમ કરવાથી આખી અર્થ વ્યવસ્થામાંથી કાર્બન ફુટપ્રીંટ્સ ઓછી કરવામાં આવશે. હવે સ્પેનમાં કોલસા,તેલ અને હાઈડ્રોકાર્બન શોધવા માટે ડ્રિલિંગ તથા કુવા ખોદવાના કામ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૨૦માં સિડનીમાં યુનિવર્સિટીના સાઈંટિસ્ટ્સે ટકીલાથી બાયોક્યુલ બનાવ્યું જેનાથી કાર ચાલી શકે. અગેવએ ટકીલાનો નેટીવ પ્લાન્ટ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરીકાની કંપની બ્લુશિફ્ટના બાયોક્યુલથી ઉડવા વાળું રોકેટ સ્ટારડસ્ટ બનાવ્યું જેનું સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું.