સ્પેશિયલ ઓપ્સની RAW એજન્ટ સૈયમી ખેરની માતા ઉષા કિરણે 50 થી વધુ ફિલ્મો કરી હતી
ત્રણ ભાષાઓમાં અભિનય આપી ચૂકેલી સૈયમી ખેરની માતા ઉષા કિરણ, હિન્દી અને મરાઠી સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં નામ આવતું હતું. હાલમાં જ 09મી માર્ચના રોજ ઉષા કિરણની 22મી પુણ્યતિથિ હતી. ચાર દાયકાથી વધુની કારકિર્દીમાં, ઉષા કિરણે 50 થી વધુ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો.
હોટસ્ટાર પર રીલીઝ થયેલી સ્પેશિયલ ઑપ્સ હિમ્મત સિંઘ (કે કે મેનન) નામના એક RAW એજન્ટની વાત છે જે ઇખ્લાક ખાન નામના આતંકવાદી માટે 19-વર્ષની શોધી રહ્યા છે, નવી દિલ્હીમાં પાર્લામેન્ટ પર થયેલા હુમલાનો મુખ્ય સુત્રધાર ઈખ્લાક ખાન છે, જે હુમલા બાદ ગલ્ફના દેશોમાં સંતાતો ફરે છે.
કે. કે. મેનન રો એજન્ટની ભૂમિકામાં છે અને બાકુ, યુએઈ, ઈસ્તાન્મબુલ, જેવા દેશોમાં તેના સ્પેશિયલ એજન્ટો મારફતે ઈખ્લાક ખાનની માહિતી એકત્રીત કરવાનું કામ ભારતમાં રહીને કરે છે.
ભારત સરકારના અન્ય સુરક્ષા વિભાગોને ઈખ્લાક ખાન નામનો કોઈ શખ્સ છે જ નહીં તેવી થિયરી પર કામ કરે છે. જ્યારે કે. કે. મેનનને વિશ્વાસ હતો કે જે પાંચ આતંકવાદીઓ નવી દિલ્હીની પાર્લામેન્ટ પર હુમલામાં મોતને ભેટ્યા હતા, તે સિવાય કોઈ છઠ્ઠો આતંકવાદી છે.
હિંમત સિંહ (કે. કે. મેનન) જેના અલગ અલગ દેશોમાં રહેતા તેના એજન્ટોમાં ફારુક અલી (કરણ ટેકર), રૂહાની સૈયદ ખાન (મેહર વિજ), અવિનાશ (મુઝામિલ ઈબ્રાહિમ), જુહી કશ્યપ (સૈયામી ખેર), અને બાલકૃષ્ણ રેડ્ડી (વિપુલ ગુપ્તા)નો સમાવેશ થાય છે.
જુહી કશ્યપ (સૈયામી ખેર) આ સીરીઝ બાદ લાઈમલાઈટમાં આવી. તેનો જન્મ નાસિકના મહારાષ્ટ્રમાં થયો છે, અને તે હિન્દી, મરાઠી અને તેલુગુ ભાષામાં અભિનય આપી ચૂકી છે. સૈયમીએ સેન્ટ ઝેવીયર કોલેજ મુંબઈમાંથી તેનું શિક્ષણ પૂરું કર્યુ છે.
તનવી આઝમી તેની આન્ટી છે. જેણે 2014માં, તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં બાજીરાવની માતા રાધાબાઈની ભૂમિકા ભજવતી જોવા મળી હતી. બાજીરાવ મસ્તાની ફિલ્મમાં તનવી આઝમીના ઉત્કૃષ્ટ અભિનય માટે તેણીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.