સ્પેશિયલ કોર્ટના આદેશને મદની હાઈકોર્ટમાં પડકારશે
અમદાવાદ, આખરે ૧૪ વર્ષ સુધી સુનાવણી અને તમામ પુરાવાને આધાર જાેતા ૨૦૦૮ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ૩૮ દોષિતોને સ્પેશ્યલ કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી હતી, જ્યારે અન્ય ૧૧ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ વિસ્ફોટોમાં ૫૬ લોકોના મોત થયા હતા અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારે હવે જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ આ ર્નિણયને પડકારવાનું કહ્યું છે.
તેણે કહ્યું હતું કે સ્પેશિયલ કોર્ટનો આ ચુકાદો અવિશ્વાસથી ભરેલો છે. અમે આ સજા સામે હાઈકોર્ટમાં જઈશું અને કાયદાકીય લડતને આગળ પણ જાળવી રાખીશું. દેશના નામાંકિત વકીલો ગુનેગારોને ફાંસીમાંથી બચાવવા માટે મજબૂતાઇથી કાયદાકીય લડાઈ લડીશું. અમને ખાતરી છે કે આ લોકોને હાઈકોર્ટમાંથી પૂરો ન્યાય મળશે.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા દોષિતોને સજા સંભળાવ્યા બાદ તે અંગે પોતાનો અભિપ્રાય આપતા જમિયત ઉલેમા-એ-હિંદનો અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ કહ્યું કે ‘ અગાઉ પણ અનેક કેસોમાં નીચલી કોર્ટ દ્વારા સજા પામેલા દોષિતોને હાઈકોર્ટમાં કે સુપ્રીમકોર્ટમાં નિર્દોષ જાહેર કરવામાં આવેલા છે અને તેમને છોડી મૂકવામાં આવેલા છે.’
આ વાત માટે તેમણે અક્ષરધામ મંદિર પર હુમલાના કેસનું ઉદાહરણ આપતા કહ્યું કે, ‘આ અંગે અક્ષરધામ મંદિર હુમલા કેસનું એક મોટું ઉદાહરણ આપણી પાસે છે જ. એમાં નીચલી કોર્ટે મુફ્તી અબ્દુલ કય્યુમ સહિત ૩ લોકોને ફાંસીની સજા આપેલી. ૪ વ્યક્તિને આજીવન કારાવાસની સજા આપી હતી.
ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો, પણ જ્યારે આ કેસ સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો અને ત્યાં વાતને રજૂ કરવામાં આવી તો કોર્ટે તમામ લોકોને નિર્દોષ છોડી દીધા હતા. સુપ્રીમકોર્ટે નિર્દોષ લોકોને ખોટી રીતે બોમ્બવિસ્ફોટમાં ફસાવવાના ષડયંત્ર કરવા બદલ ગુજરાત પોલીસની આકરી ઝાટકણી કાઢી હતી.’મદનીએ કહ્યું હતું કે બોમ્બવિસ્ફોટ જેવા મોટા ભાગના ગંભીર કેસોમાં નીચલી કોર્ટો કઠોર ચુકાદા આપે છે.
આરોપીને હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટમાંથી રાહત મળે છે. અમને આશા છે કે આ કેસમાં પણ આરોપીઓને રાહત મળશે. તેણે કહ્યું હતું કે જાે જરૂર પડશે તો અમે સુપ્રીમકોર્ટમાં જઈશું. તેણે કહ્યું કે અગાઉ અક્ષરધામ મંદિર અમદાવાદ કેસમાં નીચલી કોર્ટે ૩ લોકોને મોતની સજા આપી હતી. અમેરિકી વાણિજ્ય દૂતાવાસ પર હુમલા કેસમાં ૭ લોકોને મોતની સજા અને ૧ આરોપીને મુંબઈ સત્ર કોર્ટે મોતની સજા આપી હતી. જમિયત ઉલમા-એ-હિંદના પ્રયત્નોથી ૭ આરોપી છૂટી ગયા હતા.
મહત્વનું છે કે ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ અમદાવાદમાં ૭૦ મિનિટની અંદર એક પછી એક ૨૧ બ્લાસ્ટ થયા હતા. જે બાદ આશરે ૧૩ વર્ષની સુનાવણી બાદ કોર્ટે ૭,૦૦૦ થી વધુ પાનાના ચુકાદામાં ૩૮ દોષિતોને મૃત્યુદંડની સજા સંભળાવી, જ્યારે ૧૧ અન્યને મૃત્યુ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે ૪૮ દોષિતોમાંથી પ્રત્યેકને ૨.૮૫ લાખ રૂપિયા અને અન્યને ૨.૮૮ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.SSS