સ્પોર્ટસ ઇન્જરીની સારવાર હવે અમદાવાદમાં જ શકય
અમદાવાદ: હવે અમદાવાદ સહિત ગુજરાતના સ્પોર્ટસમેન-રમતવીરોને સ્પોર્ટસ ઇન્જરીના કિસ્સામાં મુંબઇ, બેંગલુરૂ કે દિલ્હી સુધી લાંબા નહી થવુ પડે પરંતુ હવે સ્પોર્ટસ ઇન્જરીના કિસ્સામાં અમદાવાદમાં ઘરઆંગણે જ અસરકારક અને પરિણામલક્ષી સારવાર શકય બનશે. રમતગમત સંબંધિત ઇજાના નિવારણ અને પુનર્વસનને સમર્પિત ગુજરાતના પ્રથમ સેન્ટર આર્થ્રો વન સ્પેશિયાલિટી કલીનીકનું રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત ક્રિકેટ એસોસીએશન, એશિયન એન્ડ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કન્સલ્ટન્ટ તથા ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ આર્થ્રોસ્કોપીની સર્જરી એન્ડ ઓર્થોપેડિક સ્પોટ્ર્સ મેડિસિન (આઇએસએકેઓએસ)ની કમિટીના સભ્ય ડો.નીલેશ શાહ અને ચીફ સ્પોર્ટસ રીહેબ ફીઝીયો ડો.પાર્થવ પટેલ સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા.
આર્થ્રો વન સ્પેશિયાલિટી કલીનીકના ઉદ્ઘાટનને લઇ ડો.નીલેશ શાહે જણાવ્યું હતું કે, પાછલા દાયકામાં ગુજરાતમાં રમતગમતનું સ્તર અને ક્રેઝ નોંધનીય હદે વધ્યા છે અને તે સંજાગોમાં રમતવીરો -સ્પોર્ટસમેનને સ્પોર્ટસ ઇન્જરી પણ ચિંતાનો વિષય બની રહ્યો છે ત્યારે આ આર્થ્રો વન સ્પેશ્યલ કલીનીક સ્પોર્ટસ ઇન્જરીની સારવાર માટે બહુ કારગત અને આશીર્વાદ સમાન સાબિત થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ઓર્થોપેડિક આર્થ્રોસ્કોપી એક નવા સ્તરે પહોંચી ગઈ છે.