Western Times News

Gujarati News

સ્પોર્ટી, સ્માર્ટ, અદભૂત રેનો કાઇગર ભારતમાં લોન્ચ થઈ

પ્રથમ ભારતમાં લોન્ચ કરવામાં આવશે, ત્યારબાદ અન્ય બજારો આવશે

Ø  અદભૂત ડિઝાઇન: ખડતલપણું અને ગતિશીલતા વ્યક્ત કરતા ચપળ અને ખડતલ બોડી વર્ક સાથે શહેરી આધુનિકતાને જોડતી વિશિષ્ટ, એથ્લેટિક ડિઝાઇન

Ø  સ્માર્ટ કેબિન: એક એવી સ્માર્ટ કેબિન જે ટેકનોલોજી, કાર્યક્ષમતા અને મોકળાશનો સમન્વય છે, રેનો કાઇગર CMFA+ પ્લેટફોર્મ પર નવીનતમ ટેકનોલોજીની સુવિધાઓ લાવે છે, જેણે મોકળાશ, કેબિન સ્ટોરેજ અને કાર્ગો સ્પેસમાં સેગમેન્ટમાં આગળ રહીને ટ્રાઇબરની સફળતાનો પાયો નાખ્યો છે.

નવી દિલ્હી, પોતાની શો કારના રહસ્યોદ્ઘાટનથી પેદા થયેલી પ્રારંભિક ઉત્તેજના પછી ગ્રુપ રેનોએ આજે ભારતમાં આતુરતાથી રાહ જોઈ રહેલી રેનો કાઇગરનું વૈશ્વિક સ્તરે પ્રીમિયર કર્યું હતું. આંતરરાષ્ટ્રીય પ્રવેશ કરતા પહેલા ભારત માટે ડિઝાઇન કરાયેલી અને વિકસાવવામાં આવેલી એક એકદમ નવી કોમ્પેક્ટ એસયુવી, રેનો કાઇગર ભારતમાં રેનો દ્વારા રજૂ કરવામાં આવતા ક્રાંતિકારી ઉત્પાદનોની હરોળમાં નવીનતમ છે. ડસ્ટર, ક્વિડ અને ટ્રાઇબરની જેમ રેનો કાઇગર પણ તેના સેગમેન્ટમાં ગતિશીલતામાં ફેરફાર લાવશે અને રેનો તરફથી વધુ એક પરિવર્તક (ગેમચેન્જર) બનવાનું વચન આપે છે.

રેનો કાઇગરે તેની અદભૂત ડિઝાઇનના કારણે હાજરીને ધ્યાનાકર્ષક બનાવી દીધી છે, જે ખૂબ જ મજબૂત વ્યક્તિત્વ વ્યક્ત કરે છે. રેનો કાઇગરને અનેક ભપકાદાર અને ખડતલ ભાગો વડે ડિઝાઇન કરવામાં આવી છે અને તે સાચી એસયુવી તરીકે અલગ પડે છે. અંદરથી રેનો કાઇગરની સ્માર્ટ કેબિન ટેકનોલોજી, કાર્યક્ષમતા અને મોકળાશનો સમન્વય છે.

રેનો કાઇગરને કામગીરીનું પ્રદર્શન વધારવા અને ડ્રાઇવિંગનો આનંદ આપવા માટે નવું ટર્બોચાર્જ્ડ 1.0L પેટ્રોલ એન્જિનની તાકાત મળશે.

એન્જિનની વિશ્વસનીયતા અને ટકાઉપણા માટે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તે રેનોની વૈશ્વિક શ્રેણીમાં પહેલેથી જ પ્રદર્શિત થયેલી નવીનતમ ટેકનોલોજીને લગતી નવીનતાઓ આપે છે. આ ઉચ્ચ પ્રદર્શન, આધુનિક અને કાર્યક્ષમ એન્જિન સ્પોર્ટી ડ્રાઇવની ખાતરી આપશે અને ગ્રાહકોની ડ્રાઇવિંગની પસંદગીઓને શ્રેષ્ઠ રીતે અનુકૂળ બને એવા મલ્ટિ સેન્સ ડ્રાઇવ મોડ્સ ઓફર કરશે.

“ડસ્ટર, ક્વિડ અને ટ્રાઇબર પછી હવે અમે ભારતીય બજાર માટે સંપૂર્ણ રીતે યોગ્ય એવી આધુનિક એસયુવી, રેનો કાઇગરને રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. કાઇગર રેનોએ જે શ્રેષ્ઠ આપવાનું છે તેનો સમન્વય છે:

સર્જનાત્મકતા અને ગ્રાહકની જરૂરિયાતોની ઊંડી જાણકારી સાથે નવીન કારોમાં અમારી કુશળતા. રેનો ખરેખર એક ગેમ-ચેન્જર છે તેનો એક મજબૂત પુરાવો,” એમ રેનો બ્રાન્ડના, એસવીપી, સેલ્સ & ઓપરેશન, ફેબ્રિસ કેમ્બોલિવે જણાવ્યું હતું.

“શો-કારના વચનને સાચું પાડતી રેનો કાઇગર એક મજબૂત, ગતિશીલ અને ભવ્ય એસયુવી છે. શહેરી જંગલમાં પ્રવાસ કરવા માટે સજ્જ તેને અમે બહારના સ્થળોએ ફરવા અને માર્ગની કોઈપણ પ્રકારની સ્થિતિમાં સરળતાથી નેવિગેટ કરવા માટે પણ ડિઝાઇન કરી છે.

કાઇગરનો એક વિશિષ્ટ એસયુવી દેખાવ છે અને તેનો લાંબો વ્હીલબેઝ તેમાં સવાર હોવ ત્યારે પુષ્કળ જગ્યા અને કદને શક્ય બનાવે છે.

તેની ‘સ્માર્ટ કેબિન’બીજાને સમાવવા અને સગવડ કરવા પ્રોત્સાહિત કરવા માટે ખાસ બનાવવામાં આવી છે,” એમ ગ્રુપ રેનોના ઇવીપી, એડ ઓફ ડિઝાઇન, લૌરેન્સ વાન ડેન એકરે વધુમાં જણાવ્યું હતું.

રેનો કાઇગર ભારતની ડિઝાઇન, એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષમતાના સામર્થ્યને પ્રદર્શિત કરશે અને રેનોની ‘મેક ઇન ઈન્ડિયા’મિશન પ્રત્યેની કટિબદ્ધતાને ઉજાગર કરશે. ભારતમાં ગ્રુપ રેનોએ હંમેશા ધરમૂળથી પરિવર્તન અને નવીનતા લાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે તેની પ્રોડક્ટ રેન્જથી પર્યાપ્ત રીતે સાબિત થાય છે. રેનો એકદમ નવી રેનો કાઇગરની રજૂઆત સાથે આના પર વધુ આગળ વધશે.

રેનો કાઇગર અને ભારતીય બજારના મહત્વ વિશે અભિપ્રાય વ્યક્ત કરતા રેનો ઇન્ડિયા ઓપરેશન્સના કન્ટ્રી સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર, વેંકટરામ મમિલ્લાપલ્લીએ જણાવ્યું હતું કે, “રેનોએ ભારતમાં આગળ વધવાનું ચાલુ રાખ્યું છે અને ઉદ્યોગના વલણથી આગળ વધીને પડકારજનક વિશાળ આર્થિક વાતાવરણમાં પ્રગતિ કરી છે.

અમે અમારી મજબૂત વ્યવસાય વ્યૂહરચના દ્વારા તેને સંચાલિત કર્યું છે જેમાં અમારી રોમાંચક ઉત્પાદન શ્રેણી, ગુણવત્તા અને ગ્રાહક કેન્દ્રિતતા પર એકદમ કેન્દ્રીત ધ્યાન અને સમગ્ર દેશમાં અમારા આક્રમક નેટવર્ક રેમ્પનો સમાવેશ થાય છે.

આજે, અમે ભારતમાં અમારી એકદમ નવી બી-એસયુવી રેનો કાઇગરના વૈશ્વિક રહસ્યોદ્ઘાટન સાથે એક બીજું મોટું પગલું ભર્યું છે, જે રોમાંચક સ્પોર્ટી, સુપર સ્માર્ટ અને આકર્ષક ઓફર તરીકે અલગ તરી આવશે. ડસ્ટર કે જેણે એસયુવીઓને ફક્ત ભારતમાં જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વમાં વિશાળ લોકોને ઉપલબ્ધ બનાવી છે, તેના પગલે રેનો કાઇગર ફરી એકવાર એસયુવીની આકાંક્ષા રાખનારા એકદમ નવા ગ્રાહકોના વર્ગને સુલભ બનશે અને અમે આ નવી ગેમ-ચેન્જર વડે અમારી વધતી જતી ગ્રાહક સંખ્યા પર નિર્માણની આશા રાખીએ છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.