સ્મશાનમાં ડાઘુઓને સંક્રમણથી બચાવવા સફાઈ કરતી મહિલાઓ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/smashan-1024x555.jpg)
પ્રતિકાત્મક
સુરત: સુરતના જહાંગીર પુરા સ્મશાન ભુમીમાં મૃતકોની અંતિમ વિધિ માટે આવતાં ડાઘુઓને સંક્રમણથી બચાવવા માટે મહિલા કોરોના વોરિયર્સ અનોખી કામગીરી કરી રહી છે. આ સ્મશાન ભુમીમાં કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે આવતાં મૃતદેહના અંતિમ સંસ્કાર ૨૪ કલાક કરવામા આવી રહ્યાં છે. જેના કારણે આવતાં ડાઘુઓ સંક્રમિત થાય તેવી ભીતી હોવાથી સ્મશાન ભુમીમાં સતત સફાઈ કરવામાં આવી રહી છે. આ સફાની કામગીરી ચાર મહિલા કોઈ પણ જાતના ડર વિના કરી રહી છે.
આ મહિલાઓ પોતે સુરક્ષિત રહેવા ઉપરાંત ડાઘુઓને સુરક્ષીત રહેવા માટે સુચના આપે છે. ગત વર્ષથી કોરોના સંક્રમણ શરૂ થયાં બાદ સુરતના સ્મશાનોમાં મૃતદેહની અંતિમ ક્રિયા સતત થઈ રહી છે. હિન્દુ ધર્માં સુર્યાસ્ત પછી અગ્ની સંસ્કાર કરવામાં નથી આવતાં પણ મહામારીના કારણે આ પ્રથા બદલીને ૨૪ કલાક અંતિમ સંસ્કાર થાય છે. હાલમા કોરોનાના બીજા સ્ટેઈનમાં મોત વધુ થઈ રહ્યાં છે અને કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે અંતિમ સંસ્કારની કામગીરી ૨૪ કલાક થઈ રહી છે.
તેમાં પણ સુરતના જહાગીપુરા ખાતેના કુરૂક્ષેત્ર સ્મશાન ભુમીમાં રોજના ૧૦૦ જેટલા મૃતદેહનો અંતિમ સંસ્કાર થાય છે.
કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે અંતિમ સંસ્કાર થવાનું વધવાના કારણે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે આવેલા ડાઘુઓને સંક્રમિત થવાની ભીતી વધી રહે છે. જાેકે, સ્મશાનના ટ્રસ્ટીઓએ કોવિડ શરૂ થયા બાદ સફાની પધ્ધતિ જ બદલી નાંખી છે. સ્મશાનના ટ્રસ્ટી કમલેશ સેઈલર કહે છે, પહેલાં દિવસમાં બેથી ત્રણ વખત સફાઈ થતી હતી. પરંતુ હવે સમયાંતરે સફાઈ કરવા સાથે સ્મશાનને સેનેટાઈઝર કરવાની કામગીરી થઈ રહી છે જેના કારણે સંક્રમણની ભીતી ઓછી થઈ જાય છે.